ધ્રાંગધ્રા શહેરમા સદંતર અસામાજીક પ્રવૃતિને નાથવા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા દ્વારા ડીવીજન સ્ક્વોડની રચના કરાઇ છે. ધ્રાંગધ્રા પંથકમા સ્થાનિક પોલીસની છત્રછાયા નીચે ચાલતી અસામાજીક પ્રવૃતિઓ પર સ્ક્વોડ દ્વારા વારંવાર દરોડા કરી સ્થાનિક પોલીસની પોલ ખોલી દેવાઇ છે ત્યારે ધ્રાંગધ્રા શહેર તથા રાજ્યના અન્ય જીલ્લાઓના પોલીસ સ્ટેશનોમા ગૃન્હાહીત પ્રવૃતિ કરેલા શખ્સને તમંચા સાથે દબોચી લેવાયો હતો. જેની વિગતો અનુશાર ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ સ્ક્વોડઁના એ.એસ.આઇ રણછોડભાઇ ભરવાડ, પંકજભાઇ દુલેરા, ચેતનભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે સમયે જુની હાઉસીંગ ક્વાટઁરમા રહેતા મહેબુબ દુદાભાઇ કટીયા જાતે મિયાણા રાત્રીના સમયે મોચીવાડ વિસ્તાર પાસે હોવાની બાતમીના આધારે આ શખ્સને દબોચી લેવાયો હતો પોલીસ દ્વારા મહેબુબ કટીયાને ઝડપી તેની અંગ જડતી લેતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટી તમંચો કિમત રુપિયા 5000નો મળી આવ્યો હતો.
પોલીસ દ્વારા મહેબુબ કટીયાને તમંચા સાથે ઝડપી પાડી કાયદેસરની કાયઁવાહી કરી પુછપરછ કરતા અગાઉ આ શખ્સ પર ભાવનગર જીલ્લામા ચાર હત્યાના ગૃન્હામા તથા ગેરકાયદેસર હથીયારના ગૃન્હામા હોય સાથે સુરેન્દ્રનગર તથા ભાવનગર જીલ્લામા ઇન્ગીલ તથા દેશીદારુના ગૃન્હામા પણ પકડાયેલ હોવાનુ ખુલ્યુ હતુ ડીવીઝન સ્ક્વોડઁ દ્વારા અસંખ્ય ગૃન્હામા સંડોવાયેલા આ હીસ્ટ્રીસીટરને ઝડપી પાડતા મોટી સફળતા મળી હોય તેમ કહી શકાય. હાલ આ શખ્સને અન્ય ગૃન્હામા નાશતો-ફરતો છે કે નહિ તેની તપાસ કરી આગળની કાયઁવાહી હાથ ધરી છે.