ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ પ્રાથમીક શાળામાં ધોરણ પાંચના વિઘાર્થીને શિક્ષકે માર મારતા ઇજા થયાના બનાવમાં વાલીઓએ પગલા લેવા માંગ કરી છે.
માલવણ પ્રાથમીકમાં ધોરણ પાંચમા ભણતા દક્ષગીરી દયાલગીરી ગોસ્વામી કલાસમાં અન્ય વિઘાર્થીઓ સાથે વાત કરતો હોવાથી શિક્ષક વજુભાઇ જાદવે દક્ષગીરીને ફુટ પટ્ટીથી મારતા હાથ અને પીઠમાં ભરોલ ઉઠી ગઇ હતી. શિક્ષણના મારથી દક્ષગીરી હેમતાય ગયો હતો. દક્ષગીરીના પિતા દયાલગીરી ગોસ્વામીએ શિક્ષક સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.