રાજ્ય સહિત સમગ્ર દેશમા એક તરફ જ્યારે ભાજપની લ્હેર હોવાના અનુમાનથી એક સમયે દેશની પહેલા નંબર પર આવતા રાષ્ટ્રીય પક્ષનુ કોગ્રેસનુ નામુ જ નખાઇ ગયુ છે ત્યારે ધ્રાગધ્રા શહેર કોગ્રેસની પરીસ્થિતી પણ કઇક આવી જ છે.
ગત વિધાનસભાની ચુટણી પહેલા સક્રિય થયેલા ધ્રાગધ્રા શહેરના બાહોસ અને ઉત્સાહી યુવાધન કેટલાક આંતરીક જુથવાદના લીધે રાજીનામા ધરી આપેલ હતા જેમા વિધાસભા ચુટણીના ટીકીટ વહેચણી સમયે જ ધ્રાગધ્રા હળવદ વિધાનસભામા આયાતી ઉમેદવારને ટીકીટ આપી કોગ્રેસ પક્ષમાથી ઉતારતા અહિના કાયઁકતાઁઓ પક્ષ તરફે ખફા થયા હતા.
પરંતુ કોઇને કોઇ રીતે સમજાવટ બાદ સાથે મળી આયાતી ઉમેદવારને ધારાસભ્ય તો બનાવી દીધા પણ ઉમેદવાર ધારાસભ્ય બન્યા પછી સત્તાના નશામા ચુર બની ગયા અને યુવા કાયઁકતાઁઓ ભુલી ગયા હોવાથી કોગ્રેસના યુવા પ્રમુખે ધારાસભ્ય સામે જ બાયો ચડાવી બાદમા ધ્રાગધ્રા શહેરમાથી યુવા કોગ્રેસનુ માળખુ પીંખાય ગયુ જ્યારે વોડઁ નંબર ૧ના સુધરાઇ સભ્યે પણ પોતાના પદેથી રાજીનામુ આપી કસુરવાર ધારાસભ્યને ઠેરવ્યા આ ઘટનાઓને લઇને રાજકારણ ગરમાયુ અને ધ્રાગધ્રા શહેર કોગ્રેસ ધુળ ચાટતુ થઇ ગયુ.
ત્યારે આવનારી લોકસભાની ચુટણીની તૈયારી કરતા પાટડીના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી સહિત પ્રદેશના ઉચ્ચ નેતાઓની ખાસ મિટીંગમા ધ્રાગધ્રાના જ્વલનસીલ ચુસ્ત કોગ્રેસી નેતા તથા વરીષ્ટ પત્રકાર મનીષભાઇ શાહને ફરીથી કોગ્રેસમા આમંત્રીત કરી સમજાવટ બાદ ફરી કોગ્રેસમા સક્રિય કરાયા હતા.
જ્યારે મનીષભાઇ શાહ અગાઉ ધ્રાગધ્રા વિધાનસભાની વષોઁથી ભાજપના ફાળે રહેલી સીટને આચકવામા મહાન ફાળો ધરાવતા હતા તથા તે સમયે સુરેન્દ્રનગર જીલ્લા કોગ્રેસના પ્રવક્તા પણ રહી ચુકેલા હતા જેઓ હાલ ફરીથી કોગ્રેસમા સક્રિય થતા ધ્રાગધ્રાના રાજકારણમા ફરીથી ચચાઁનો વિષય શરુ થયો છે.