પોલીસ અને કલેકટરની સમજાવટ છતાં કાયમી ઓર્ડર મુદ્દે સફાઇ કામદારો અડગ: પોલીસે ચકકાજામ કરનારાઓની ધરપકડ કરતાં જ વાત વણસી: પોલીસ સામે પથ્થરમારો કરાતા કર્મીઓ ઘાયલ, વાહનોને નુકશાન
ધ્રાંગધ્રામાં છેલ્લા વિસેક દિવસી સફાઇ કમઁચારીઓ પોતાને કાયમી કરવાના મુદ્દે ભુખહડતાલ પર બેઠા છે જેમા વિસ્તારમાં દિવસ સુધીના સમયગાળામાં તેઓના પ્રશ્નોના નિકાલ હજુ સુધી આવ્યો ની જેી સફાઇકામદારોએ ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ચક્કાજામ કયુઁ હતુ જેમા પોલીસ તંત્રના લાખ સમાવટ છતાય કામદારોએ જીલ્લાકલેક્ટરને ઘટના સ્ળે બોલાવી તેઓને કાયમીના ઓડઁર બાદજ તેઓ ચક્કાજામ બંધ કરવાનુ જણાવતા કલાકો સુધી પોલીસ ખડે પગે રહાયા બાદ અંતે પોલીસ આંદોલનકારીઓની ધરપકડ કરવા આગળ આવતા વાત વણસી હતી અને પોલીસ તા કામદારો વચ્ચે ધરપકડ મુદ્દે ઝપાઝપી તા કામદારોએ પોલીસ પર પથ્રમારો કયોઁ હતો જેમા ડીવાયએસપી સહિત ત્રણ પોલીસ કમઁચારીઓ ઘાયલ યા હતા .
ધ્રાંગધ્રા નગરપાલિકાના સફાઇ કામદારો છેલ્લા એક વષઁી સતત પોતાને કાયમી કરવાના મુદ્દે ત્રણ વખત ભુખહડતાલ અને કેટલીય વખત હાઇવે ચક્કાજામ કરી ચુક્યા છે છતા સરકાર દ્વારા ઠાલા વચનો સિવાય કામદારોને બીજુ કાઇ મળ્યુ ની જેી આજી વીસેક દિવસ પહેલા કામદારોએ નગરપાલિકાને તાળાબંધી કરી ફરીી ભુખહડતાલની શરૂવાત કરી એક દિવસ શહેર બંધનુ એલાન આપ્યુ હતુ. પરંતુ વીસ દિવસ બાદ પણ તેઓના પૂરશ્નનો હલ નહિ તા અંતે આજે કામદારો વિફયાઁ હતા અને સવારે ધ્રાગધ્રા-માલવણ હાઇવે પર ધ્રાંગધ્રા કોટઁ પાસે ચક્કાજામ કયોઁ હતો આ બાબતોની જાણ તાંજ પોલીસ કાફલો તુરંત ઘટના સ્ળે પહોંચી ચક્કાજામ બંધ કરવા કામદારોના આગેવાનોને સમજાવ્યા હતા પરંતુ તેઓને જીલ્લા કલેક્ટર પોતે અહી આવે અને કામદારોને કાયમીનો ઓડઁર આપે તેવી જીદ્દી સામે પોલીસ ધરપકડ કરવા આગળ આવતા પોલીસ સામે ઉગ્ર બોલાચાલી ઇ હતી બાદમા પોલીસ પાસે પુરતો ફોસઁ નહિ હોવાી તે સમયે ધરપકડ મોકુફ રાખી કલાકો સુધી હાઇવે ચક્કાજામ તા પોલીસે જીલ્લામાી પોલીસ ફોસઁ બોલાવી ધરપકડની શરુવાત કરી હતી જેમા સફાઇકમઁચારીઓ તા પોલીસ વચ્ચે ધરપકડ મામલે ઘષઁણતા કેટલાંક તત્વો દ્વારા પોલીસ પર પથ્રમારો શરુ કરી દેતા નાશભાગ મચી જવા પામી હતી પથ્રમારામા ધ્રાંગધ્રાના ડીવાયએસપી મનોજ શમાઁ સહિત ત્રણ પોલીસકમીઁઓ ઘાયલ યા હતા અને પોલીસના વાહનોને પણ નુકશાન કરાયુ હતુ બાદમા ટીયરગેસના સેલ છોડતા વીફરેલા સફાઇકામદારો કાબુમા આવ્યા હતા જેમા આગેવાનો સહિત પંદર કામદારોની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ કેટલાંક કામદારોના ટોળા પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કયોઁ હતો ત્યારે આ તરફ ધરપકડ બાદ ફરીી હાઇવે શરૂ કરી દઇ પોલીસ પર હુમલો કરેલા કામદારો પર કાયદેસર કાયઁવાહી કરવા પોલીસને તજવીજ હા ધરી હતી બીજી તરફ પથ્રમારામાં ઘાયલ પોલીસ તા કેટલાંક સફાઇ કમઁચારીઓને સરકારી હોસ્પોટલે સારવાર અપાઇ હતી. ઘટનાની જાણ ધ્રાયુવેગે પ્રસરી જતા શહેરમા પણ તંગદીલી જેવો માહોલ સજાઁયો હતો. જોકે મોડી સાંજના સમય સુધીમા સમગ્ર મામલો શાંત પડી ગયો હતો પરંતુ પોલીસે કેટલાંક સફાઇકામદારોની અટકાયત કરી પોલીસ પર હુમલો કરવાના મુદ્દે ફરીયાદ નોંધી હતી.