વીડિયોમાં બુટલેગરે ગ્રાહકને કહ્યું ‘જે બ્રાન્ડનો દારૂ જોઈ તે મળી જશે: પોલીસ તપાસનો ધમધમાટ
ધાંગધ્રા માં જાહેરમાં દારૂ વેચાણ થતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરસ થયો છે આ વિડીયો વાયરલ થયા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી હોવા છતાં પણ જાહેરમાં દારૂના વેપલા થતા હોવાનો આ વીડિયોમાં ઉલ્લેખ થઈ રહ્યું છે.ત્યારે આ વીડિયોમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ દારૂ ખરીદવા આવનાર યુવકને બુટલેગર દેખાડી રહ્યો છે અને જે બ્રાન્ડનો દારૂ જોઈએ તે મળી જશે તેવું જણાવી રહ્યું છે ત્યારે શું સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધી નથી અથવા છે તો કેમ અમલ નથી થતો તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે ત્યારે જુગારધામ બાદ હવે દારૂ મામલે પણ પોલીસ કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે જુગારધામ ઝડપાયા બાદ નવ જેટલા લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
ત્યારે હવે ધાંગધ્રામાં પણ જાહેરમાં દારૂ વેચાણ થતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ધાંગધ્રા પોલીસ પણ ચર્ચામાં આવી છે.જોકે હજુ સુધી આ મામલે વાયરલ વિડીયો બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જાહેરમાં દારૂના સ્ટેન્ડ ધમધમતા હોય તેવા દ્રશ્યો આ વિડીયો વાયરલ થતા ધાંગધ્રામાં ઊભા થયા છે ત્યારે આ અંગે ઉચ્ચત્તર કક્ષાના અધિકારીઓ તપાસ કામગીરી હાથ ધરી અને યોગ્ય કાર્યવાહી કરે તેવી વિડીયો વાયરલ કરનાર ની માંગણી છે કારણ કે જાહેરમાં દારૂબંધી અંગેના લીરા ઉડી રહ્યા છે ઉલ્લેખનીય છે કે કોના નેજા હેઠળ આ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.
પૈસા ફેંકો અને જે બ્રાન્ડનો વિદેશી દારૂ જોઈએ તે મળી જશે : બુટલેગર
વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે તે ધાંગધ્રા શહેરી વિસ્તારનો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે ખાસ કરીને એક બાઈક ચાલક સાંજના સમયે દારૂ લેવા માટે દારૂના અડ્ડે પહોંચે છે અને ત્યારબાદ દારૂ લેવા માટેની માંગણી કરે છે અને બુટલેગર પોતાની દુકાનમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો દેખાડી રહ્યો છે અને ભાવ પણ કહી રહ્યો છે અને દારૂ ખરીદી માટે આવેલા યુવકને જે બ્રાન્ડનો દારૂ જોઈએ તે મળી જશે તેવું આ વાયરલ વીડિયોમાં જણાવી રહ્યો છે જાણે પોલીસનો કોઈ ખોફ જ ના રહ્યો હોય એવી રીતે દારૂ બેફામ વેચાણ કરી રહ્યો હોય તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ પોલીસ વિભાગ દોડતો જરૂર થયું છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
કોના નેજા હેઠળ ધાંગધ્રામાં દારૂના 3 સ્થળોએ સ્ટેન્ડ ચાલી રહ્યા છે તે પણ એક સવાલ..
ધાંગધ્રા શહેરી વિસ્તારમાં ત્રણ સ્થળો ઉપર દારૂનું ખૂલે આમ વેચાણ થઈ રહ્યું છે તે પણ દેશી દારૂ નહીં પરંતુ વિદેશી ચાલી રહ્યો હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અને સૂત્રો પાસેથી પણ આ પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે જાહેરમાં ત્રણ સ્થળો ઉપર ધાંગધ્રામાં દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા છે કોના નેજા હેઠળ આ તમામ ગેર કાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે તેનાથી શુ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અજાણ છે. એવી પણ લોકોમાં વાત ચર્ચાઈ રહી છે.