ગુજરાત રાજ્ય અને આપણા દેશમા વારંવાર બનતા મહિલાઓ પર અત્યાચાર અને છેડતી સહિત બળાત્કારના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે વધુ પડતા કિસ્સામા બળાત્કારી તથા શારીરીક અડપલાનો ભોગ બનેલી મહિલાઓ તથા યુવતિઓને ભોગ બનાવનાર દરરોજ તેઓની આસપાસ રહેતા કેટલાક શખ્સો જ હોય છે.
ત્યારે એક સમયમા દુનિયાના દરેક ખુણામા સંસ્કૃતિની ઓળખ ઉભી કરનાર ગુજરાત રાજ્યમા પણ હવે મહિલાઓ તથા યુવતિઓ સલામત રહેલી નથી તેવુ જરુર કહી શકાય કારણ કે હાલમા જ ધમઁના નામે કેટલાક બાબાઓના કિસ્સા પ્રકાશમા આવ્યા છે ત્યારે હાલની જનરેશનમા વધતા જતા કેઝ પ્રમાણે દરેક યુવતિઓ પોતાના પગભર ઉભી થવા માંગે છે જેથી યુવતિઓ ઘરમાથી બહાર નિકળી નોકરી તથા પોતાનો બિઝનશ કરતી દેખાય છે.
પરંતુ કેટલીક યુવતિઓ જ્યા નોકરી કરવા જાય છે ત્યાજ તેઓનુ શારીરીક શોષણ થતુ હોય છે તેવામા ધ્રાગધ્રા શભેરમા પણ એક આવો જ કિસ્સો પ્રકાશમા આવ્યો છે જેમા ધ્રાગધ્રાની એક ખાનગી હોસ્પીટલના લંપટ તબીબ દ્વારા પોતાના જ સ્ટાફમા રહેલી નસઁને કેબીનમા બોલાવી સીસીટીવીની સામે શારીરીક અડપલા તથા દુષ્કઁમ કરવાનો પ્રયાસ કરતો વિડીયો વાઇરલ થયો હતો.
આ ખાનગી હોસ્પીટલના તબીબની વાઇરલ થયેલી વિડીયોમા સ્પષ્ટ રીતે દેખાય છે કે નરાધમ તબીબ દ્વારા નસઁને પોતાની કેબીનમા બોલાવી એકલતાનો લાભ લઇ તેની સાથે જબરદસ્તી કરવામા આવે છે જ્યારે નસઁ યુવતિ આ તબીબનો પ્રતિકાર કરવાની કોશીસ પણ કરે છે છતા પણ તબીબ દ્વારા તેને બક્ષવામા આવતી નથી અને યુવતિ સાથે તબીબ ખુબજ નિઁદયતાથી વતેઁ છે. યુવતિ સાથે દુષકમઁના પ્રયાસના લીધે યુવતિ ચો-ધાર આંસુએ રડે છે છતા પણ તબીબના પેટનુ પાણીય હલતુ નથી. તેવામા લોકો કોઇપણ હોસ્પીટલના ડોક્ટરને ભગવાનનુ બીજુ સ્વરુપ માને છે.
પરંતુ કેટલાક હવસના શિકારી ડોક્ટરો પોતાના સ્ટાફ સાથે જ આવા કૃત્યો કરતા હવે લોકોનો પણ ભરોશો ડોક્ટર પરથી ઉઠી જાય તેવુ કાયઁ કરનાર ધ્રાગધ્રાના ખાનગી હોસ્પીટલના તબીબ દ્વારા થયુ છે જોકે આ ખાનગી હોસ્પીટલના તબીબનો આ પ્રથમ કિસ્સો હોય તેવુ પણ નથી આ તબીબ ડોક્ટર અગાઉ પણ એક યુવતિને પ્રેગનેન્ટ કરી બાદમા તેની સાથે મૈત્રી કરાર કરવાના કિસ્સામા બદનામ થઇ ચુક્યો છે તથા આ વિડીયો વાઇરલ થયેલા કિસ્સા બાદ તેણે આ યુવતિનુ યેન-કેન પ્રકારે સોગંધનામુ કરાવી પોતાની બદનામીનો કળશ યુવતિ પર ઢોળી દીધો છે. તેવામા વારંવાર ચચાઁમા આવેલા ધ્રાગધ્રાની ખાનગી હોસ્પીટલમા સીસીટીવીની સામે તબીબ દ્વારા આવી હરકતો સીસીટીવીમા કેદ થયા બાદ વીડીયો ક્લીપ વાઇરલ થતા સમગ્ર પંથકમા ખાનગી હોસ્પીટલની ચચાઁએ વેગ પકડ્યુ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com