તાલુકા પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો: બે શખ્સની ધરપકડ
ધ્રાંગધ્રા બજરંગ દલ અને ગૌ રક્ષકોને મળેલ બાતમી આધારે ધ્રાંગધ્રા શીતળામાં રોડ ઉપર 2 પાડા અને એક ભેંસ ભરીને જતી એક પીકઅપ બોલેરોને બજરંગ દલ અને દવાનાં કાર્યકરોઍ રોકીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હવાલે કરી હતી.છેલ્લા ઘણા સમયથી કચ્છ, મોરબીથી અમદાવાદ અને ધ્રાંગધ્રા પંથકના ખાસ કરીને રણકાંઠા અને છેવડાના ગામમાંથી અબોલ પશુઓની તસકરી થતી આવી છે. ધ્રાંગધ્રા બજરંગ દલ અને ગૌ રક્ષકો લાંબા સમયથી પોતાની તમામ શક્તિઓ લગાડી અબોલ જીવોને કતલખાને પહોંચાડતા કાળા લોહીયાળ ધંધાને ડામવા પ્રયત્નો કરતાં રહ્યા છે ત્યારે બજરંગ દલ પ્રમુખ ઋતુલભાઈ ધામેચા અને ઝાલાભાઇ મેવાડાને મળેલ બાતમી આધારે ધ્રાંગધ્રા શીતળામાઁ રોડ ઉપર 2 પાડા અને એક ભેંસ ભરીને જતી એક પીકઅપ બોલેરોને બજરંગ દલ અને દવાનાં કાર્યકરોઍ રોકીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હવાલે કરી હતી. જો કે કાર્યકરો દ્રારા પકડવામાં આવેલ બોલેરો આ પહેલા પણ પશુ તસ્કરી કરતી હાથે લાગી ચુકી છે ત્યારે હાલ 3 જીવોને કતલખાને લઇ જતાં અનવર ગુલા જત અને અનવર હસન જત ઉપર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.