સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં ટ્યુબવેલમાં બાળકી ખાબકવાનો બનાવ સામે આવ્યો છે. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગાજણ વાવ ગામે ટયુબવેલ માં 12 વર્ષની બાળકી ખાબકી છે તેવા સંજોગોમાં તંત્ર અને સ્થાનિક પ્રશાસન વિભાગની ટીમમાં મામલે કામે લાગી છે

મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકના ગાજણ વાવ ગામે 12 વર્ષની બાળકી બોરમાં પડી છે રમતા રમતા ખેતર વિસ્તારમાં આવેલા બોરમાં બાળકી ખાબકતા હાલમાં પરિવારજનોમાં પણ નાશ ભાગ મચી જવા પામી છે, તેવા સંજોગોમાં તાત્કાલિક પણે આ બાબતની જાણકારી મામલતદાર અને આર્મીની ટુકડીઓને કરવામાં આવતા હાલની પરિસ્થિતિ મુજબ આ બાળકીને બચાવવા માટે તાત્કાલિક ધોરણે મામલતદાર અને આર્મીની ટુકડીઓ ઘટના સ્થળે દોડી ગઈ છે.

ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં વારંવાર બોર માં ખાબકવાના બનાવો સામે આવતા હોવાના પગલે ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આ મામલે તાત્કાલિક પણે અલગ અલગ ટીમો આ બાળકીને બચાવવા માટે કામે લાગી છે. 200 ફૂટ થી વધુના બોર માં બાર વર્ષની બાળકી છે, 40 ફૂટની સપાટી અટકી ગઈ હોવાનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બે મહિનામાં બીજો બનાવ ધાંગધ્રા પંથકમાં સામે આવ્યો છે.

હાલની પરિસ્થિતિ મુજબ મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે, આર્મીની ટુકડીઓ પણ બોલાવી લેવામાં આવી છે ફાયર બ્રિગેડની ટીમ તથા મેડિકલ વિભાગની ટીમ પણ ત્યાં ઘટના સ્થળે ઉપલબ્ધ કરી દેવામાં આવી છે ત્યારે વહેલી સવારે પરિવાર સાથે કામ માટે ગઈ હતી અને ત્યાં બોરમાં ખાબકી છે ત્યારે મનીષા નામ ની યુવતી હાલ બોરમાં ફસાયેલ છે, આ મામલે ટિમો બચવા માટે કામે લાગી છે અને તંત્ર દ્વારા પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

બાળકી બોલી શકે છે જેથી તંત્ર એ સંવાદ કરી: ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પંથકમાં ગ્રામીણ વિસ્તારમાં બાળકી બોરમાં ફસાઈ છે તેવા સંજોગો બાર વરસની બાળકી ફસાઈ હોવાનું સામાન્ય રીતે સામે આવી રહ્યું છે તેવા સંજોગોમાં બાળકી તમામ પ્રકારનું સમજી શકતી હોય અને બોલી શકતી હોવાના કારણે ફસાયેલી બાળકી સાથે તંત્ર દ્વારા સંવાદ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ બાળકીને બોરમાં માથું દુખતું હોય અને અન્ય રીતે શારીરિક રીતે બીજા થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે બહારથી ઓક્સિજનની સુવિધા પણ તંત્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે અને કોઈપણ ભોગે આ બાળકી બચી જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

બોરમાં પાણી નથી બાળકી ને બચાવવાના પ્રયાસ: મામલતદાર શોભનાબેન

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ના ગ્રામીણ વિસ્તારમાં ટ્યુબવેલમાં બાળકી પડી છે, 12 વર્ષની બાળકી ટ્યુબવેલ મા ખબકી છે તેવા સંજોગોમાં મામલતદાર આર્મીની ટુકડીઓ સહિતની ટીમો હાલમાં ઘટના સ્થળે દોડી ગઈ છે ત્યારે આ બાળકીને બચાવી લેવાના પ્રયાસ હાથ ધરવા માં આવ્યા છે તેવા સંજોગોમાં બાળકી સાથે વાતચીત કરવામાં આવી રહી છે ત્યારે ટ્યુબવેલમાં પાણી ન હોવાનું મામલતદાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં બાળકી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું મામલતદાર જણાવી રહ્યા છે ત્યાં ટ્યુબવેલ માં પાણી નથી જેને લઈને બાળકી બચી જશે તેઓ અંદાજ મામલતદાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.