- કારચાલકે મોટરસાયકલને અડફેટી લેતા ભારે નુકસાન થયું
- પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
ધાંગધ્રા: શહેરી વિસ્તારના જિંદગી હોસ્પિટલના પગથીયા પાસે રાત્રિ દરમિયાન એક કાર પગથિયા ઉપર ચડી હતી. કારચાલક દ્વારા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર જિંદગી હોસ્પિટલના પગથિયા ઉપર ચડી હતી. જો કે આ કારે મોટરસાયકલને પણ અડફેટી લેતા ભારે નુકસાન થયું હતું. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં પોલીસ દ્વારા હોસ્પિટલના CCTV તપાસવામાં આવે તો ઘટનાની સાચી હકીકત બહાર આવી શકે તેવી લોક ચર્ચા કરાઈ હતી. આ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, ધાંગધ્રા શહેરી વિસ્તારના જિંદગી હોસ્પિટલ ના પગથીયા પાસે રાત્રિ દરમિયાન એક કાર પગથિયા ઉપર ચડી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ફુલ જોરથી વાયરલ થઈ રહ્યો હતો કારચાલક દ્વારા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર જિંદગી હોસ્પિટલ ના પગથિયા ઉપર ચડી હતી જોકે આ કાર દ્વારા મોટરસાયકલને પણ અડફેટી લેતા ભારે નુકસાન થયું હતું પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં પોલીસ દ્વારા હોસ્પિટલના સીસી ટીવી તપાસવામાં આવે તો ઘટનાની સાચી હકીકત બહાર આવી શકે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું હતું.
ધાંગધ્રા શહેરી વિસ્તારના મધ્યસ્થમાં આવેલ જિંદગી હોસ્પિટલના પગથીયા પાસે રાત્રિ દરમિયાન એક કાર પગથિયા ઉપર ચડી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ફુલ જોરથી વાયરલ થઈ રહ્યો હતો આ વિડીયો જોતા કારચાલક દ્વારા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર જિંદગી હોસ્પિટલ ના પગથિયા ઉપર ચડી હતી જોકે આ કાર દ્વારા મોટરસાયકલને પણ અડફેટી લેતા ભારે નુકસાન થયું હતું જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં લાગે રહ્યું હતું કે જો કોઈ હોસ્પિટલના પગથિયા પાસે દર્દીના સગા બેસ્યા હોય તો મોટી જાનહાની થઈ શકવાની શક્યતાઓ સેવાઈ રહી હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ઘટનાની જાણ થતા સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં મળતી વિગતો મુજબ કારચાલક કોઈ નામાંકિત બિલ્ડર હોય એવું પણ જાણવા મળ્યું હતું અને હિટ એન્ડ રન ની ઘટના કે અચાનક વાહનમાં ખામી સર્જાતા અકસ્માત કે નશામાં મશગુલ? તેવી લોકો માં ચર્ચાઓ વહેતી થઈ હતી.
સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતા જોવા મળી રહે છે કે ઊંચાઈ વાળા પગથીયા ઉપર કાર ચડી હતી આથી સોશિયલ મીડિયામાં વિડિયો જોવા વાળા ને પણ અચરકતા લાગી હતી ત્યારે જો પોલીસે દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો સાચી ઘટનાની હકીકત સામે આવી શકે છે ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે.
અહેવાલ: સલીમ ઘાંચી