ધરેણા બનાવવા આપેલું ૩૭૫ ગ્રામ સોનુ લઇ કારીગર ફરાર
વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ: પોલીસે વધુ તપાસ હાથધરી
સોની બજારના વી.રસિકલાલ જ્વેલર્સ વાળા વેપારી સાથે બેડીનાકામાં રહેતો સોની શખ્સ દાગીના બનાવવાના બહાને વિશ્વાસ કેળવી રૂપિયા ૧૬ લાખનું સોનું લઇ રફુચક્કર થઇ જતા વેપારીએ પોલીસને લેખિત ફરિયાદ કરાતા તપાસ હાથ ધરવામાં આવી છે આ શખ્સે પ્રારંભે દાગીના બનાવી આપવા વિશ્વાસ કેળવ્યો હતો બાદમાં સોનું લઇ ભાગી ગયો હતો
આ બાબતે વી.રસિકલાલ જ્વેલર્સ વાળા વેપારીએ પોલીસ કમિશ્નર અને એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટરને લેખિત ફરિયાદ કરી આઇપીસી ૪૦૬,૪૨૦ મુજબ ગુન્હો નોંધવા જણાવ્યું છે. તેમણે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે સોની બજાર કોઠારીયા નાકા રોડ પર ગોલ્ડન માર્કેટ માં બીજા માળે ૯/૧૦ માં અમે વી.રસિકલાલ જ્વેલર્સ નામે સોના ચાંદીનો વેપાર કરીએ છીએ સોની બજાર કૃષ્ણ એપાર્ટમેન્ટ ૧૦૨ ખડકી ચોક બેડીનાકામાં મહેતા પીન્ટુ પ્રકાશભાઈ વેડીયા પણ દાગીના ઘડવાનું કામ કરતો હોય તેને અમારો સંપર્ક કર્યો હતો અને વિશ્વાસ વચન આપેલું કે પોતે તાત્કાલિક જરૂરિયાત મુજબના દાગીના વ્યાજબી ભાવે મજૂરીથી ઘડી આપશે પોતે રાજકોટમાં બીજી પેઢીનું પણ કામ કરતો હોય તેવું પણ તેણે કહ્યું હતું.
આથી તેના પર વિશ્વાસ રાખ્યો હતો અને અમારી પેઢીના દાગીનાના કારીગરની જરૂર પડતા ૧૯ ઑગસ્ટ ૨૦૨૦ ના રોજ પિન્ટુને ૨૦ કેરેટનું ૨૫૦ ગ્રામ સોનું આપ્યું હતું તેણે ૧૯૭-૨૨૦ ગ્રામ દાગીના ઘડીને પાછા આપ્યા હતા બાકીનું ૫૨-૭૮૦ ગ્રામ સોનું જમા રાખ્યું હતું અને તેને બીજા સોના અંગે પૂછતા તેણે કહેલું કે ચિંતા ન કરો બીજો માલ ઘડવાનો હશે ત્યારે હિસાબ આપીશ એ દરમ્યાન ૨૧ઓગસ્ટના રોજ અમે તેને ૨૨ કેરેટનું ૧૦૯-૧૭૦ ગ્રામ સોનું દાગીના ઘડવા આપ્યું હતું એ જ દિવસે ફરીથી ૧૮ કેરેટ નું ૨૧૨-૩૩૩ ગ્રામ સોનું આપ્યું હતું આમ ૩૭૫-૨૮૦ ગ્રામ સોનું આપ્યું હતું જેની અંદાજિત કિંમત ૧૬,૦૬,૪૯૧ થાય છે.
બજારના નિયમ અનુસાર સોનું આપ્યા બાદ કારીગર સાત એક દિવસની અંદર દાગીના કરીને આપી દેતા હોય છે પરંતુ અમે આઠ દિવસ રાહ જોયા પછી અમારા દાગીનાની ઉઘરાણી શરૂ કરતાં તેને વાયદા પાડવાનું શરૂ કર્યું, બે-ચાર દિવસમાં આપી દઈશ તેમ તેણે પ્રારંભ કર્યું પરંતુ બાદમાં દાગીના કે સોનું પાછા આપ્યા ન હતા અમે તેની દુકાને અને ઘરે તપાસ કરતા તે ક્યાંય મળી આવેલ નથી તેમજ તેનો ફોન પણ સતત બંધ આવતો હોય તેથી ન છૂટકે ફરિયાદ નોંધાવવી પડી છે આ શકશે અમારી જેમ બીજા કેટલાક વેપારીઓ સાથે પણ આ રીતે સોનું લઇ દાગીના પરત નહીં આપ્યાનું જાણવા મળ્યું છે આ શખ્સ સામે ઠગાઈનો ગુનો નોંધી કાર્યવાહી કરવા અમારી માંગણી છે તેમ વી.રસિકલાલ જ્વેલર્સના એચ.આર ધકાણે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે.
એ ડિવિઝન પીઆઈ સી.જી.જોષીની રાહબરીમાં પી.એસ.આઇ જયસુખ ભટ્ટ, એ.એસ.આઇ ભરતસિંહ ગોહિલ સહિતની ટીમે અરજીને આધારે તપાસ શરૂ કરી હતી આ શખ્સના પિતા ધોરાજીમાં રહેતા હોય પોલીસ ત્યાં પહોંચી હતી પરંતુ તે હાથ ન આવ્યો ન હતો
પોલીસ અમને ન્યાય અપાવે તેવી અપેક્ષા: હિતેશ ધકાણ
વી.રસિકલાલ જવેલર્સના માલિક હિતેશભાઈ ધકાણે જણાવ્યું હતું કે, બજારમાં અનેકવિધ કારીગરો તેમની બનાવટના સેમ્પલ લઈને વેપારીઓ પાસે આવતા હોય છે. અમને જો કારીગરી તેમજ શરતો અનુકૂળ આવે તો અમે જે-તે કારીગરને દાગીના બનાવવા માટેના ઓર્ડર આપતા હોઈએ છીએ. આ પ્રકારે જ પિન્ટુ પ્રકાશભાઈ વેડીયા નામનો કારીગર પરીચયમાં આવ્યો હતો. છેલ્લા છ મહિનાથી તે અમારી સાથે સંકળાયને કામ કરી સમયસર દાગીનાની ડિલીવરી આપતો હતો પરંતુ છેલ્લે ગત તા.૧૯ ઓગસ્ટના રોજ ૩૭૫-૨૮૦ ગ્રામ સોનું દાગીના બનાવવા હેતુસર મેં આપ્યું હતું. સામાન્ય સંજોગોમાં ૪ થી ૭ દિવસ સુધીમાં ડિલીવરી મળી જતી હતી પરંતુ આશરે ૮ દિવસ સુધી ડિલીવરી નહીં મળતા અમે શોધખોળ હાથધરી હતી. પિન્ટુના કેવાયસી આધારે રહેણાંક ખાતે પહોંચતા મકાન બંધ હાલતમાં મળી આવ્યું હતું જે બાદ અમે તેના મુળ ગામ ધોરાજી ખાતે તપાસ કરાવી હતી જયાં તેનો પરીવાર હજુ પણ રહે છે પરંતુ તેઓ તેમના દિકરાની ભાળ આપવાનો ઈન્કાર કરી રહ્યા છે. હાલ આ મામલે અમે પોલીસ અરજી કરી છે અને ટુંક સમયમાં પોલીસ આરોપીને ઝડપી અને ન્યાય અપાવે તેવી અપેક્ષા છે.