ધોરાજીમાં મહિલાઓ પોતાના પગભર ઉભી થાય એ માધ્યમથી હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે વિરબાઈ લોહાણા મહિલા મંડળ ધોરાજી દ્વારા સમર એકઝીબીશન-૨૦૧૮નું લોહાણા મહાજનવાડી ધોરાજી ખાતે ભવ્ય આયોજન કરેલ જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી.

ધોરાજી લોહાણા મહાજનવાડી ખાતે વિરબાઈ લોહાણા મહિલા મંડળ દ્વારા સમર એકઝીબીશન-૨૦૧૮નું ભવ્ય આયોજન કરેલ. સમારોહને મીરાબેન કોટક, મધુબેન પોપટ, ચંદ્રીકાબેન કાછેલા, મીનાબેન કોટક, હંસાબેન ઉનડકટ, નિધિબેન હિંડોચા, ઉર્વીબેન અઢીયા, ઉર્ષાબેન કારીયા, વર્ષાબેન હિંડોચા વિગેરે મહિલા અગ્રણીઓના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ધોરાજી લોહાણા સમાજના પ્રમુખ રમેશભાઈ કોટેલા, બિલ્ડર્સ બકુલભાઈ કોટક, સમસ્ત દેશાવર લુહાર સમાજના અગ્રણી કિશોરભાઈ રાઠોડ, જૈન સમાજના ચિરાગભાઈ વોરા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.

આ તકે મીરાબેન કોટક અને મધુબેન પોપટે જણાવેલ કે વિરબાઈ લોહાણા મહિલા મંડળ દ્વારા ધોરાજીમાં મહિલાઓ પોતાના પગભર ઉભી રહી શકે એ માટે હસ્તકલા દ્વારા તૈયાર કરેલ તમામ વસ્તુ એન્ટીક આઈટમો, મહિલા સૌંદર્ય પ્રઘાત વસ્તુઓ, ડ્રેસ વિગેરે મહિલાઓને રાહત ભાવે મળી રહે એવા શુભ આશયથી સમર એકઝીબીશન-૨૦૧૮નું આયોજન કરેલ. જેમાં ધોરાજીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લઈ સમર એકઝીબીશનને સફળ બનાવેલ

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.