સૌરાષ્ટ્રમાં ડુંગળીનુ મોટા પાયે વાવેતર થયુ હોય પરંતુ ભાવ ગગળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આ પસ્થિતીમાં ડુંગળીની સરકાર દ્વારા ખરીદી કે એક્ષ્પોર્ટ કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.
ધોરાજી પંથક સહિત સૌરાષ્ટ્રની અંદર મોટા પાયે ડુંગળીનું વાવેતર કરવામાં આવેલું હતું આ ડુંગળી ખેડૂતો દ્વારા પાક તૈયાર થઇ ગયો ત્યારે પણ કમોસમી વરસાદ અને એક બાજુથી કોરોનાનો કહેર અને બીજી બાજુ માવઠા નો માર ખેડૂતોને પાયમાલ ની દિશા તરફ કરી દીધેલ છે આ ડુંગળી જે ગરીબોની કસ્તૂરી કહેવામાં આવે છે એ ગરીબોની કસ્તૂરી જ્યારે ગરીબોને રોડવડાતી હતી ત્યારે હાલમાં ખેડૂતોને રોવડાવે છે તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે અને ખેડૂતો આ ડુંગળી રસ્તાઓ પર ફેંકી દેવા માટે મજબૂર બન્યા છે.જ્યારે ડુંગળીના ભાવ ઊંચા હોય ત્યારે એમ કહે છે કે ભયંકર ભાવ વધી ગયા લોકો ખાઈ નથી શકતા ત્યારે ખેડૂતોએ સરકારને એવું કીધું કે દારૂની બોટલ ૨૦૦૦ રૂપિયા લઈને પી શકે છે તમાકુ ના ડબલા ૧૨૦૦ રૂપિયામાં વેચાય ત્યારે તો ખેડૂતોની ડુંગળીનું કોઈ ધણી નથી સરકાર ક્યાં છે નિંદ્રાવસ્થામાં સુતેલી હોય તેવું જોવા મળે છે જો ડુંગળીનું એક્સપોર્ટ ચાલુ કરી દે તો અને સરકાર ખરીદી ચાલુ કરે તો વ્યાજબી ભાવ મળી શકે જેથી કરીને નુકસાની માંથી નીકળી શકાય તેવી ખેડૂતોની માંગ છે.