ધોરાજી માં આવેલ ફટાકડા નાં ઘણા સ્ટોલ કે ઘણી દુકાન વગર મંજૂરી એ ચાલી રહી છે તથા સેફ્ટી અને આગ રહીત સાધનો ની અછત જોવા મળેલ અને તંત્ર કુંભ કર્ણ ની નિંદ્રા માં મોટી ઘટના બને તેની જોતાં જવાબદારો
ધોરાજી દિવાળી નાં પવિત્ર તહેવાર નિમિતે ધોરાજી માં ફટાકડા નું વેચાણ શરૂ થઈ ચુક્યુ છે ત્યારે ધોરાજી માં આવેલી ફટાકડા વેચાણ ની દુકાન કે સ્ટોલ ની તો મંજૂરી પણ ન મળી હોય અને ઘોમ વેચાણ ધોરાજી ખાતે શરૂ પણ થઈ ગયું છે કોઈ પણ જાતની દુકાન કે સ્ટોલ માં આગ રહીત સાધનો પણ જોવાં મળતાં નથી જો કોઈ પણ જાતની નાની મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે મુખ્ય પ્રશ્ન છે ત્યારે ધોરાજી નાં મુખ્ય માર્ગ ઉપર ફટાકડા નાં વેપાર ઓ ફટાકડા નાં વેચાણ માટે બેસી ગયા છે મુખ્ય માર્ગ ઉપર ગેસ કે સીએનજી વાળાં વાહનો પસાર થતાં હોય છે ત્યારે દુર્ઘટના સર્જાવાની શક્યતા પૂરેપૂરી હોય છે તારીખ ૩૦/૧૦/૨૦૧૮ સુધી માં મોટીમારડ અને ધોરાજી સહિત કુલ ૧૬ હંગામી ધોરણે ફટાકડા વેચાણ લાયન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે અન્ય જે ફટાકડા નાં વેચાણ કરતાં સ્ટોલ નાં રાફડો ફાટ્યો છે અને જે હંગામી ધોરણે ફટાકડા વેચાણ લાયન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે તે અને બીજા ઘણા ફટાકડા નાં સ્ટોલો બેરોકટોક ફાયર સામે રક્ષણ નાં સાધનો સિવાય ધમધમતા નજરે ચડ્યા હતાં ફટાકડા નાં સ્ટોલ કે દુકાનો પર તંત્ર ની મીઠી નજર હેઠળ ધમધમતા હોય તેવું લાગે છે કે પછી તંત્ર ને પગલાં ભરવામાં કોની લાજ શરમ આડી આવે છે તેવો પ્રશ્નો એ બુદ્ધિજીવો ઓમાં ચર્ચા જગાવી છે.
રહેણાંક વિસ્તારના ભીડ ભાડ વિસ્તારમાં પણ ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં બે રોકટોક ફટાકડા વેચાણ થઈ રહયું છે તથા ફટાકડા નાં જથ્થો પણ મર્યાદિત માત્રા માં હોય હોય તેનાથી પણ વધારે અસંખ્ય ગણો ફટાકડા નાં જથ્થો હોય છે અને નિયમો નું સરે ચોક ઉલંઘન થઈ રહયું છે અને તંત્ર ને ખુલ્લો પડકાર ફેંકી રહયાં છે અમુક ફટાકડા નાં વેચાણ કરતાં વેચાણ કારો કેટલાં ફટાકડા સ્ટોલ આગ અકસ્માત સામે સાવચેતી માટે વિમો ઉતરાવેલ છે તથા અગ્નિશામક સાધનો વસાવેલ છે કે કેમ લાયન્સ અંગે ની અન્ય શરતો નુ ચૂસ્તપણે પાલન થાય છે કે નહીં તે પણ કોઈ ને જોવા ટાઈમ મળતો નથી ફટાકડા વેચાણ સ્થળે નું ઈલેક્ટ્રીક વેરીફીકેશન પ્રમાણ પત્ર સરકાર માન્ય છે કે નહીં તેવો કોઈ પણ પ્રકારનો સમય જ નથી ફટાકડા ની દુકાન કે સ્ટોલ માં ટ્યૂબ લાઈટ કે હેલોજન કે બલ્બ લગાડવાની મનાઈ છે તેમ છતાં લગાડ્યા છે કેમ ૧૦ × ૧૦ માપની દુકાન માં ડી સી પી પ્રકાર નો છ કીલો એક વાયર એક્ષટીગયુસર ૧૦૦ લીટર પાણીનો બેરલ તથા ૨ રેતી ડોલ ફરજિયાત પણ રાખવામાં આવેલ છે કેમ…! આવી બધી બાબતોમાં ને નેવે મૂકીને ફટાકડા વેચાણ કારો પોતાની મનમાની કરી રહયાં છે પણ જવાબદાર તંત્ર ખરેખર કુંભ કર્ણ ની ચીર નિંદ્રા માં સુતેલા છે હંગામી ધોરણે ફટાકડા વેચાણ લાયન્સ ઈશ્યુ કરવામાં આવેલ છે કે કેમ એ એક પશ્ર છે ઘણા મોટા સ્ટોલો તો રામભરોસે ચાલી રહયાં છે.
સહકારી માળખાંની એક બિલ્ડીંગ માં પણ એવી ચર્ચા એ જોર પકડ્યું છે આ સહકારી મારખા માં ફટાકડા નું વેચાણ કરવાની પરવાનગી કોણે અને શું કામે કરવામાં આવી રહયું છે અને મોટી ઘટના બનશે ત્યારે કોની જવાબદારી રહેશે આમ તંત્ર ની મીઠી નજર હેઠળ ધમધમતા હોય ફટાકડા નાં વેચાણ કરવામાં આવી રહયાં છે અને આ તકે મામલતદાર શ્રી નો સંપર્ક સાંધતા એઓ એ જણાવેલ કે જે કાંઈ પણ મારી જવાબદારી માં આવતું હોય તે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તે પુર્ણ કરી લીધી છે હવે જે કાંઈ પણ વધું માં જે પાવર્સ છે તો અધિકારી ઓ પણ એકબીજાને ખો આપી રહયાં છે પોતપોતાની જવાબદારી માથી છટકી રહયાં છે.