ધોરાજી તાલુકાના નાની વાવડી ગામે જંગલી સુવરે ખેડૂત અને એક યુવાનને બટકાઓ ભરતા ગંભીર હાલતમાં જુનાગઢ સારવારમાં ખસેડાયેલ છે અને તેને 116 જેટલા ટાંકાઓ લેવામાં આવેલ છે અને અન્ય બીજા એક ભાઇને પણ બટકાઓ ભરતા લોહી લોહાણ કરી નાખેલ હતા જાણવા મળતી વિગત પ્રમાણે નાની વાવડી ગામે વરસાદ ખેંચાતા ખેડૂતો પોતાની વાડીએ મુરજાતી મોલાત પાણી વાળવા રાત્રે 2.30 કલાકે પાવર આવે છે.
જેથી ખેડૂતો મોડી રાત્રે વાડીએ પાણી વાળવા જતા હોય ત્યારે જંગલી સુવર ખેડૂતોને બટકાઓ ભરતા લોહી લોહાણ કરેલ અને જેમાં ભરતભાઇને વધારે ઇજાઓ થતા ગંભીર હાલતમાં જૂનાગઢ સારવારમાં ખસેડાયા હતા અને તેને 116 ટાંકા આવેલ અને દેવણખીભાઇ પીઠીયાને પણ બટકાઓ ભરતા ઇજાઓ થતા તેને પણ દવાખાને દાખલ કરેલ.
આ બનાવ અંગે નાની વાવડીના મંડળીના પ્રમુખ આર.સી.ભુવે ફોરેસ્ટને જાણ કરેલ હતી અને જંગલી સુવરોના ત્રાસ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ. હાલ ખેતી માટે વિજળી રાત્રે 2.30 કલાકે આવે છે. અને ખેડૂતો રાત્રે વાડીએ જતા જંગલી સુવરો હુમલો કરતા ખેડૂતો રાત્રે વાડીએ જતા ડરે છે. આ અંગે ફોરેસ્ટ વિભાગ આવા જંગલી સુવરોને પકડે એવી માંગ કરેલ છે.