ધોરાજી પંથકમાં ચોમાસામાં વરસાદ મનમુકીને પણ વરસ્યો અને ધાર્યા કરતાં વધારે વરસાદ વરસીને ખેતરોમાં પાકોને વાવણીને ભારે નુકશાન થવા પામ્યુ હતું જેમાં દરેક પાકને ભારે નુકશાન થવા પામ્યુ હતું મોંઘા ભાવોના જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચ માથે પડ્યો હતો અને ખેડૂતો ની હાલત કફોડી બની જવા પામી હતી તેમાં છતાં ખેડૂતોને શિયાળું પાક લેવાં માટે અપેક્ષા હતીં તે પણ ઠગારી નીવડી કારણે કે બે દિવસ ક મૌસમી વરસાદ ધોરાજી પંથકમાં પડ્યો હતો જેમાં મગફળી કપાસને ભારે નુકશાન થવા પામ્યુ હતું આ બાબતે કમૌસમી વરસાદને કારણે ખેડૂતોની મૌસમ બગડી ગઈ છે ત્યારે ધોરાજી પંથકનાં ખેડૂતો પર પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે ત્યારે સરકાર દ્વારા રાજકોટ જીલ્લાનાં પાક વિમા નાં પ્રિમીયમ ભરેલા હોય તેવાં તમામ ખેડૂતોને તાજેતરમાં થયેલા ક મૌસમી વરસાદ ને કારણે ખેતીપાકમાં કાપણી પછીનાં થયેલ હોય તો ૭૨ કલાકમા વીમા કંપનીને અરજી કે કંપનીનાં ટોલ ફ્રી નંબર પર નોંધણી કરાવી એવું જણાવેલ પણ જે ટોલ ફ્રી નંબર આપેલ છે તે ૨૪ કલાકથી પણ વધારે ટોલ ફ્રી નંબર બંધ આવે છે તો ખેડૂતો કયાં નંબર નોંધણી કરાવી શકે સરકારે ખેડૂતોની મજાક કરી હોય તેવી ખેડૂતોને લાગી રહ્યું છે તેમ છતાં આખાં ગુજરાતમાં ૧૫૦ કરોડ ચૂકવવાની વાત કરી છે પણ ગુજરાત રાજ્ય માં ખેડૂતોને આનાંથી પણ વધારે નુકશાન થવા પામ્યુ છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને કોણીએ ગોળ ચોપાડયો હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.