દિલ્હીનાં શાસ્ત્રી ભવન ખાતે પ્લાસ્ટીક રીસાયકલીંગ અને ઉધોગકારોને પડતી સમસ્યા અંગેના સેમિનારમાં ભાગ લેતા ધોરાજીના વેપારીઓ
ધોરાજી પ્લાસ્ટીક એશો.નું પ્રતિનિધિ મંડળ દિલ્હીના શાસ્ત્રી ભવન ખાતે યોજાયેલ પ્લાસ્ટીક રીસાયકલીંગ અને જીએસટી અને પ્લાસ્ટીકના કારખાનાઓમાં સબસીડીવાળા સોલાર અંગે કેન્દ્રના અધિકારીઓ સાથે ધોરાજી પ્લાસ્ટીક એશો.ના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા અને ઉદ્યોગપતિ વિમલભાઇ વૈષ્ણવ સહિતનાઓએ દિલ્હીના શાસ્ત્રીભવનમાં પેટ્રોકેમીકલ અધિકારી રાઘવેન્દ્ર રાવ સહિતના અધિકારીઓ સાથે પ્લાસ્ટીક રીસાયકલમાં ઉદ્યોગકારોને પડતી સમસ્યાઓ જેવી કે વેસ્ટ પ્લાસ્ટીકમાંથી જીએસટી નાબુદ કરવી, રીસાયકલ ઝોન બનાવવુ સહિતની માંગો મુકેલ હતી.
આ ઉદ્યોગ સમગ્ર દેશમાંથી વેસ્ટ પ્લાસ્ટીકમાંથી રીસાયકલીંગ દ્વારા બેસ્ટ બનાવવાનું કામ કરી હજારો લોકોને સીંધી રોજગારી આપે છે અને દેશમાં સ્વચ્છ ભારતમાં નિર્માણમાં એક કદમ આગળ આવી સમગ્ર દેશમાં સ્વચ્છ ભારતમાં ધોરાજી મોડલ બની શકે છે અને આવનારા સમયમાં સમગ્ર દેશના રીસાયકલ ઉદ્યોગનું મોટું હબ બનવા જઇ રહેલ છે. આ અંગેની મીટીંગ મટીરીયલ્સ રીસાયકલીંગ બોમ્બેના બે હોદ્દેદારો અને ધોરાજી પ્લાસ્ટીક એશો.માં દલસુખભાઇ વાગડીયા, વિમલભાઇ વૈષ્ણવ, સતીષ કોહલી, અતુલ કનુગા, પ્રમોદસિંહ સહિતના હોદ્દેદારો સહિતના લોકોએ કેન્દ્રના અધિકારીઓ સાથે યોજાઈ હતી. આ મીટીંગ અંગે પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ દલસુખભાઈ વાગડીયાએ જણાવેલ કે જીએસટી સોલાર અને રીસાયકલના હબ અંગે ટૂંક સમયમાં સકારાત્મક પરિણામ આવશે અને આવનારા સમયમાં સમગ્ર દેશમાં ધોરાજીનો ડંકો વાગશે તે ચોક્કસ છે.