ધોરાજી બાઇકને કારે ઠોકર મારતા બની હિટ એન રન નો બનાવ બન્યો. ધોરાજી ના ફરેણી રોડ નજીક આવેલ મેઈન કેનાલ પાસે રજનીકાંત ભાઈ તથા તેમના પત્ની રહે ઠોરાળા જે ઠોરાળા થી જાલણસ ગામે માતાજી ના દર્શન માટે પોતાનુ મોટરસાયકલ લઇ ને જતા હોય ત્યારે ધોરાજી ના ફરેણી રોડ મેઈન કેનાલ પાસે પહોંચતા અજાણ્યો કારચાલક મોટરસાયકલ ને હડફેટે લેતા મોટરસાયકલ મા પાછળ બેઠેલ મહિલા ઉડી ને સીધી મેઈન કેનાલ મા પડી.
તેમના પતિએ પોતાના જીવ પરવાહ કર્યા વિના પોતાને પોતાની પત્ની ને બજાવવા પોતે પણ કેનાલ મા પડી ને પત્ની ને બચાવી હતી લગ્ન સમયે જે સાત ફેરા અને સાત વચનો ને લઈ ને દંપતી બંધાયા હતા તેનુ આ પતિએ સાર્થક કરી બતાવુ પોતાની જીવ ની પરવાહ કર્યા વિના રજનીકાંત ભાઈ તેમની પત્ની કેનાલ પડેલ તેનો જીવ બચાવ્યો હતો.
અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયેલ આ અંગે પ્રવિણભાઈ હિરપરાએ આ ઘટના ની જાણ માનવ સેવા યુવક મંડળની ધર્મેન્દ્રભાઈ બાબરીયાને કરાતા ધર્મેન્દ્રભાઈએ આ ઘટનાની જાણ 108 ને કરતા ઇએમટી પરેશ બીટ પાયલોટ ભગીરથસીહ વાધેલા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત મહિલા ને સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ મા ખસેડાઈ હતી.
માનવ સેવા ના ધર્મેન્દ્ર ભાઈ બાબરીયા તથા ભોલાભાઈ સોલંકી તથા સાગર સોલંકી પણ આ ઘટના ને લઈ ને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા ઈજાગ્રસ્ત મહિલ ને તાત્કાલિક સારવાર મળે તે માટે ભારે જહેમત ઉઠવી હતી.