અબતક, ધર્મેન્દ્ર બાબરીયા – સાગર સોંલકી
ધોરાજી
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આવેલ ભોળા ગામે ગઇકાલ રાત્રે બે માળની વિશાળ ઇમારત એકા એક ધડાકાભેર તુટી પડતા અફડા તફડી મચી ગઇ હતી જો કે, સદનસીબે જાનહાની ટળી હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહીતી અનુસાર ધોરાજી તાલુકાના ભોળાગામે આવેલ લેઉવા પટેલ સમાજની બિલ્ડીંગ ખાતે નવરાત્રી નજીક આવતી હોય બાળાઓ ગરબાની પ્રેકટીસ કરી રહી હતી. ત્યારે આ સમાજની વાડીમાં 70 થી પણ વધુ વ્યકિતઓ હાજર હતી દરમિયાન લેઉવા પટેલ સમાજની બે માળની વિશાળ ઇમારત એકાએક ધડાકાભેર તુટી પડી હતી.એકાએક આ વિશાળ ઇમારત તુટી પડતા અફાડા તફડીનો માહોલ સર્જાયો હતો.
રાત્રીના સમયે ગરબાની પ્રેક્ટિસ કરતી બાળાઓ સહિત 70 થી વધુ લોકોનો આબાદ બચાવ
જો કે આ ઇમારતમાં ગરબાની પ્રેકટીસ કરતી બાળાઓ તેમજ અન્ય લોકો મળી 70 થી વધુ લોકોનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો પરંતુ આ વિશાળ ઇમારત તુટી પડતા આસપાસના મકાનોમાં પણ મોટી તીરાડો પડી ગઇ હતી જેથી આજુબાજુમાં આવેલ મકાનોમાં પણ મોટી નુકશાની થઇ હોવાનું જાણવા મળ્યું છે.લેઉવા પટેલ સમાજની આ ઇમારત એકાએક તુટી જવાની જાણ થતાં જ સરપંચ હરેશભાઇ ટીલાળા ઘટના સ્થળે દોડી ગયા હતા.
દરમિયાન લેઉવા પટેલ સમાજના પ્રમુખ મેઘજીભાઇ ટીલાળા, મંડળીના પ્રમુખ કમલેશભાઇ મંત્રી શૈલેષભાઇ બાબરીયા, ગોપાલભાઇ ટીલાળા, અરવિંદભાઇ ટીલાળા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને સરપંચ દ્વારા તાત્કાલીક ધોરાજીના મામલતદાર તથા પોલીસને જાણ કરવામાં આવી હતી.
જાણવા મળતી માહીતી પ્રમાણે લેઉવા પટેલ સમાજની ઇમારત તુટી પડતા અંદાજે એકાદ કરોડનું નુકશાન થવા પામ્યું છે. પરંતુ સદનસીબે ત્યાં ગરબાની પ્રેકટીસ કરતી બાળાઓ સહિત 70 થી વધુ લોકોનો આબાદ બચાવ થયો હતો.જો કે એકાએક બનેલી આવી ઘટનાથી થોડીવાર માટે ઉ5સ્થિત લોકોનો શ્ર્વાસ થંભી ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો.લેઉવા પટેલ સમાજની બિલ્ડીંગ જે ર માળની મોટી ઇમારત મોડી રાત્રે ભોળા ગામની દિકરીઓ નવરાત્રીના ગરબાની પ્રેકટીસ કરતા હતા અને રાત્રે 70 કરતા વધુ વ્યકિતઓ રાત્રે ગરબીના પ્રેકટીસ ચાલુ હતી અને બાદમાં બે માળના લેઉવા પટેલ સમાજ ધડાકા ભેર ટુંકી પડતા એક કરોડ કરતા વધારેની નુકશાની આવેલ છે. ભોળા ગામે આવેલ લેઉવા પટેલ સમાજ ધડાકા ભેર તુટતા રોડ પર ઉભેલા ટ્રેકટરને પણ નુશાની થએલ છે.