બંને પક્ષે સામ સામે હુમલો કરતા પોલીસે ચાર મહિલા સહિત નવ સામે ગુનો નોંધી તપાસ હાથધરી
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બહારપુરા ખાતે રહેતા બે પાડોશીઓ વચ્ચે ગઈકાલે એક મારામારીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.બે પાડોશીઓમાં પૈસાની લેતી દેતી ના મુદ્દે એકબીજા પર હુમલો કર્યો હતો જેમાં એક બોક્સ પર તલવાર વડે હુમલો કરતા મહિલા સહિત બેને ઈજા પહોંચતા તેમને હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજા વખતે પણ તેમના વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી જેથી ધોરાજી પોલીસે બંને પક્ષો સામે ચાર મહિલા સહિત નવ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ પ્રથમ ફરિયાદમાં બહારપુરા ખાતે રહેતા રૂખસાનાબેન સરદારભાઈ કુરેશીએ મોધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં તેના જ પાડોશમાં રહેતા મેહબૂબ ખલીફા તેની પત્ની મોઈના ખલીફા પુત્રી મોઈબા ખલીફા,અલ્તાફ ખલીફા અને કાસમ ઉર્ફે કસલોના નામો આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતું કે,ગઈકાલે બપોરના એકાદ વાગ્યે મારો સગો ભાઇ સમીર સતારભાઇ ગરાણા મારા ઘરે આવેલ અને મારા ભાઇને ભાડે મકાન રાખવાનું હોય જેથી હું તથા મારો ભાઇ સમી૨ ધોરાજીમાં મકાન જોવા ગયેલ ત્યાર બાદ મારો ભાઇ તેના ઘરે જતો રહેલ ત્યાર બાદ સાંજના પાંચેક વાગ્યા પહેલા મા રો ભાઇ સમીર મારા ઘરે આવેલ હતો અને મારો ભાઇ મારા ઘરની બહાર ઉભો હતો ત્યારે મહેબુબભાઇની દિકરી મોઇબાએ મારા ભાઇને ગાળો બોલવા લાગેલ જેથી હું મારા ઘરની બહાર આવેલ ત્યારે મહેબુબભાઇ ખલીફા તેના હાથમાં ત લવાર લઇને આવેલ અને મને ડાબા હાથમાં તલવારનો એક ઘા મારી દીધેલ ત્યાર બાદ મહેબુબભાઇની પત્નિ મોઇનાબેન પણ તેના હાથમાં લાકડાનો ધોકો લઇ મને મારી દીધેલ તેટલામાં મહેબુબભાઇની દિકરી મોઇબા મને જમણા ગાલ એ મુઢ માર મારેલ અને આ મહેબુબભાઇ એ મારા ભાઇ સમીરને તલવાર વડે માથાના પાછળના ભાગે ઇજા કરેલ બાદ આ બધા લોકો અહીંથી જતા રહેલ બાદ થોડી વારમાં અલ્તાફ ખલીફા તથા કાસમ ઉર્ફે કાસલો બંન્ને પણ મો.સા. લઇને અહીં આવેલ ત્યારે આ અલ્તાફના હાથમાં ગુપ્તી હતી જે બંને પણ મારા ભાઇને શરીરે ઇજા કરેલ અને મારા ભાઇને માથાના ભાગે લોહી નીકળતુ હોય તેથી અમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ મામલે પોલીસે બે મહિલા સહિત પાંચ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
જ્યારે સામ પક્ષનાઓએ મહેબૂબભાઈ ગફાર ખલીફાએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં રૂખશાના સરદાર કુરેશી, સમીર સતાર,અફસાના ઉર્ફે અપૂડી સતાર અને સરદારના નામો આપતા હતા.જેમાં તેને જણાવ્યું હતી કે,અગાઉ રૂખશાનાબેન સાથે અગાઉ પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો તે બાબતનો ખાસ રાખી તેમને ફરિયાદીના પત્ની સાથે બોલાચાલી કરી ધોકા અને પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી ગુનો કરતા પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.