સગીરા કુંવારી માતા બન્યા બાદ આરોપી સાથે લગ્ન કર્યા
ધોરાજી સેશન્સ કોર્ટમાં શાપર માં રહેતા ફરિયાદીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે તેમની દિકરીના લગ્ન ઉપલેટા તાલુકાના નવા કલારીયા ગામે કરેલા હતા ત્યાંથી તેનો જૂનો કહેવાતો પ્રેમી સંજયભાઈ સુરેશભાઈ જીંજરિયા રહેવાસી નારાયણ નગર કોઠારીયા સોલ્વન્ટ પાસે રાજકોટ વાળો પોતાની સગીર વયની દીકરી ને ભગાડી ગયેલો અને લગ્ન કરવાની લાલચ આપી તેમની સાથે બદકામ કરેલું હતું.
આ કામે આરોપીને તથા આરોપીના કુટુંબીજનોને પોલીસે પકડી પાડેલ અને તેમની સામે આવેલ હતુ ચાર સીટ ફરમાવેલો હતું આ ચાર્જશીટ ના અંતે ૪૪ સાહેદો તપાસ અને આરોપી તરફથી દલીલ કરવામાં આવેલ કે ભોગ બનનાર તેમની સાથે પ્રેમ સંબંધમાં છે અને એક બાળક પણ થઈ ગયેલ છે પતિ-પત્ની તરીકે સાથે રહે છે.
જેથી આરોપી ને છોડી દેવા જોઈએ પરંતુ આ કામે સરકારી વકીલ કાર્તિકેય પારેખ એ દલીલ કરેલ હતી કે ભોગ બનનાર બનાવ વખતે ૧૮ વર્ષથી નાની ઉંમરના હતા અને તેઓ માત્ર પરિણીત હતા તે ધ્યાને લઈ શકાય ને ડોક્ટરી રિપોર્ટને જન્મનાર બાળક ના દાખલા જોતા તથા ફોરેન્સિક સાયન્સ નો અહેવાલ જોતા ભોગ બનનાર ૧૮ વર્ષથી નાની ઉંમરના હોય ત્યારે તેની સાથે સંભોગ થયેલ હોવાનું પુરવાર થાય છે.
આ તમામ સંજોગો ધ્યાને લઇ અને આરોપીને તકસીરવાન કરેલી હતી આ દલીલ સાંભળ્યા બાદ ધોરાજીના એડિશનલ સેશન્સ જજ હેમંતકુમાર દવે એ સગા-સંબંધીઓને શંકાનો લાભ આપી છોડી મૂકે જ્યારે મુખ્ય આરોપી સંજય સંજય ભાઈ જીંજરિયા રહેવાસી નારાયણ નગર મચ્છો માના મંદિર સામેની ગલી વાળાને ગુન્હેગાર ઠરાવવામાં આવેલો હતો દસ વર્ષની સજા અને દસ હજારનો દંડ ફટકાર્યો છે.