રાજકોટના ધોરાજીમાં જૂના ઉપલેટા રોડ ઉપર અનઅધિકૃત રીતે એલડીઓનું વહેંચાણ થતું હોવાની ધોરાજી પોલીસને બાતમી મળતાં ધોરાજી પોલીસે છાપો માર્યો હતો.એલડીઓના પંપમાં પોલીસે તપાસ હાથ ધરતાં 27000/-લીટર જેટલા એલડીઓનો જથ્થો મળી આવ્યો હતો.જેમનું બીલ પંપના માલિક દ્વારા રજૂ કરવામાં ન આવતા પોલીસે રૂપિયા 15 લાખનો મુદામાલ સીઝ કરીને નમૂનાઓ લઈને તપાસ હાથ ધરી હતી.જેમને લઈને ધોરાજી પંથકમાં ગેરકાયદેસરનું એલડીઓનું વહેંચાણ કરતાં ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો…
ધોરાજી પોલીસને મળી મોટી સફળતા લાખો રૃપિયાની કિંમતનો લાઇટ ડિઝલ ઓઇલ (એલ ડી ઓ) નો જથ્થો ઝડપાયો
લાઇટ ડિઝલ ઓઇલ (એલ ડી ઓ) સાથે પંદર લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડતા આખાયે શહેરમાં ચકચાર સાથે ચર્ચા નો માહોલ સર્જાયો કાળા ધોળાના કારસ્તાન કરનારાઓમાં ઘટનાને પગલે સન્નાટો છવાઈ ગયો
પોલીસે પુર્વ બાતમીના આધારે પાડી હતી.
રેડ સ્થાનિક પોલીસ મથકના પી આઇ સહિત નો પોલીસ કાફલો કાર્યવાહીમાં જોડાયો હતો લાંબા સમયથી કારસ્તાન ચાલતું હોવાની ઉઠી ચર્ચાઓ જવાબદાર પુરવઠા સહિતના સરકારી તંત્ર ના અસ્તિત્વ સામે ઉભા થયા અનેક સવાલો સરકારી તંત્ર ના ફુટલા ઓ ના કારણે આખાય પંથકમાં આવો વેપલો ચલાવનારાઓને લીલા લેર આખાય પંથકમાં કરોડોમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાની ઉઠી રહી છે ચર્ચાઓ આખાય નેટવર્કની તટસ્થ તપાસ કરવામાં આવે તો કેટલાય સરકારી બાબુઓ સહિત રાજકારણની કહેવાતી હસ્તી ઓ ને આવી શકે છે રેલો આખાય નેટવર્કનો તાગ મેળવવા હાલ મથી રહી છે પોલીસ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com