ધોરાજી નરસંગ મંદિરનાં મહંત લાલદાસ બાપુની લોહીલુહાણ હાલતમાં લાશ મળવાના ચકચારી બનેલા પ્રકરણને ગંભીરતાથી આજ રોજ રાજકોટ જિલ્લા એસ.પી. શ્રી બલરામ મીણા સાહેબે ડી.વાય.એસ.પી. શ્રી ભરવાડ સાહેબ તથા પી.આઈ. ઝાલા સાહેબને સાથે રાખી આજ રોજ ઘટના સ્થળ પર પહોંચી વિગતો મેળવેલ હતી.
આ ઉપરાંત તેઓએ આ બાબતે દરેક એંગલથી ગહન તપાસ હાથ ધરવા હાજર સ્ટાફને સૂચના આપેલ હતી.આ તકે ડી.વાય.એસ.પી ભરવાડ સાહેબે મીડિયા સાથે વાત કરતા જણાવેલ કે ગત રોજ નરસંગ મંદિરેથી મહંત લાલદાસ બાપુની ડેડ બોડી લોહીલુહાણ હાલતમાં મળી આવેલ હતી.
પરિવાર જનોએ ગતરોજ સવારે ધોરાજી પોલીસને જાણ કરતા ધોરાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી અકસ્માતે મોતનો ગુનો નોંધી ડેડ બોડીને પી.એમ.અર્થે મોકલેલ હતી.
વધુમાં જણાવેલ કે આ બનાવ જિલ્લા ભરમાં ચર્ચાસ્પદ બનતા આજ રોજ એસ.પી. સાહેબે અમોને સાથે રાખી બનાવના સ્થળની વિઝીટ કરેલ હતી ઉપરાંત શક્ય તેટલી તમામ દિશાઓમાં તપાસ કરવાની સૂચના આપેલ હતી.હાલ આગળની તપાસ ચાલુ છે ઉપરાંત પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો મીડિયાને જણાવવામાં આવશે.