તાત્કાલીક આધાર કાર્ડની કામગીરી જલ્દીથી ચાલુ કરવાની લોક માંગ ઉઠી
આધાર કાર્ડ નો સરકારી યોજનાઓ માટે તથા અન્ય કામગીરી માટે અત્યંત જરૂરી છે સરકારી કચેરીઓ તથા બેન્કો માં તથા શાળા ઓ માં તથા બીજી ઘણી જગ્યાએ આધાર કાર્ડ જરૂરી બની ગયું છે ત્યારે ધોરાજી મામલતદાર કચેરી ખાતે ઘણા સમય થી આધાર કાર્ડ ની કામગીરી બંધ હોવાથી તથા બેન્કો તેમજ મુખ્ય પોસ્ટ ઓફિસ માં પણ આધાર કાર્ડ ની કામગીરી સોંપવામાં આવી છે પણ સર્વાયર બંધ હોવાથી નવું આધાર કાર્ડ માટે નું સર્વાયર અપડેટ ન થવાથી હાલ આધાર કાર્ડ ની કામગીરી છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ ની કામગીરી ટલે ચડી ગઈ છે.
જેથી આધાર કાર્ડ ધારકો જયાં આધાર કાર્ડ ની કામગીરી માટે ધોરાજી ની આમ જનતા ધક્કા ઓ ખાઈ ખાઈને પરેશાન થઈ ગયાં છે બેન્ક તથા મુખ્ય પોસ્ટ ઓફીસ તથા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ માટે રોજ બરોજ ધક્કા ખાવા પડી રહ્યા છે જેથી આધાર કાર્ડ ધારકો માં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આધાર કાર્ડ ની કામગીરી હાલ ઠપ્પ હોવાથી કચેરીઓ ની બહાર યાંત્રીક ખામીઓ ને લઈને આધાર કાર્ડ ની કામગીરી બંધ નાં લખાણ લખવામાં આવ્યું છે આધાર કાર્ડ ધારકો રોષે ભરાયા છે અને સરકાર દ્વારા તાત્કાલિક આધાર કાર્ડ ની કામગીરી જલદી થી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે