• પાટણવાવ લોક મેળા સમિતિ દ્વારા લોકમેળાનું ભવ્યતિભવ્ય આયોજન લોકો માણશે મજા
  • માત્રી માતાજીના સાનિધ્યમાં

મહાભારતના સમયકાળ દરમ્યાન શ્રી માત્રી માતાજી શ્રી છત્રેશ્રવરી માતાજી નાં નામથી પ્રચલીત હતા, અને આ -પર્વતની શિલાઓ સિદ્ધિ સપાટ અને માખણ જેવી લીસ્સી હોવાથી તે સમયમાં માખણીયા પર્વત થી ઓળખવામાં આવતો. આ પર્વતનું વિહંગાવલોકન કરતાં તે 3ૐ (ઓમ) આકારનો દ્રશ્યમાન થાય છે. તથી ઓમ+સમ = ઓસમનાં નામથી ઓળખાય છે. પાટણવાવ ગામમાં પણ શ્રી માત્રી માતાજીનો મઢ (જગ્યા) આવેલ છે, શ્રી માત્રી માતાજીની જગ્યાનાં ગાદીપતી વંશ -પરંપરાગત ફક્કડની છે એટલે કે આ જગ્યાનાં ગાદીપતીએ આજીવન બહ્મચર્યનું પાલન કરવું. રાજાશાહીનાં સમયમાં ગોંડલનરેશ ઠાકોર   રવાજી મેરુએ આ જગ્યાનાં નિભાવ તથા દિવેલ માટે દશ સાતીની જમીન અર્પણ કરેલ હતી. હાલમાં આ જગ્યાનાં ગાદીપતી તરીકે બ્રહ્મલીન મહંત  રમેશપુરીજી ગુરૂ  અમૃતપુરીજીના શિષ્ય મહંત  જયવંતપુરી ગુરૂ  રમેશપુરીજી છે. જેઓ નિખાલસ મન, પવિત્ર જીવન તથા આદર્શ સંત જેવું જીવન વ્યતિત કરે છે. અને તેઓ વંશ પરંપરાગત રીતે આ જગ્યાનાં વીસમી પેઢીનાં મહંત છે.આ પર્વત પર શ્રી માત્રી માતાજીનાં સાનિધ્યમાં દર વર્ષે મેળો ભરવામાં આવે છે. શ્રી માત્રી માતાજીના મંદિરે સુંદર મજાની અન્નક્ષેત્રની વ્યવસ્થા રાખેલ છે તેમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિના વાછાણી પરિવાર છેલ્લા 45 વર્ષથી અન્નક્ષેત્રમાં સેવા આપે છે અને અમાસના દિવસે શ્રી માત્રી માતાજીને ધ્વજા અપર્ણ કરશે તથા એકમના દિવસે આ પરિવાર દવારા શ્રી માત્રી માતાજીના સાનિધ્યમાં યજ્ઞ કરવામાં આવશે તેમજ ધંધુસર ગામના સેવકો જે મહેર જ્ઞાતિના છે તેમના તરફથી પ્રસાદમાં (ચા-પાણી) માટે દુધ તથા છાસની વ્યવસ્થા કરવામાં આવે છે. અને તળેટીથી મંદિરે જવાના રસ્તા પર ઘણા સમયથી સતવારા (કટેશીયા) જ્ઞાતિ તરફથી જલપાનની સુંદર સેવા આપવામાં આવે છે. આ વર્ષે પણ ભાદરવી અમાસ, એકમ અને બીજ તા. 03-09-2024 થી તા. 05-9-2024 મંગળવાર, બુધવાર અને ગુરૂવાર એમ ત્રણ દિવસ સુધી મેળાનું આયોજન કલેકટર  રાજકોટના તાબા હેઠળ લોક મેળા કમીટી પાટણવાવ દ્વારા કરવામાં આવેલ છે. મેળા દરમ્યાન ઓસમ ડુંગર ઉપર શ્રી માત્રી માતાજીનાં મંદિરે અતિ પ્રાચીન લોકમેળામાં જેની ગણના થાય તેવા આ મેળામાં ઓસમની તળેટીમાં  પાટણવાવ લોક મેળા સમિતિ દ્રારા સુંદર તથા સુવ્યવસ્થિત આયોજન કરી ફજેત ફાળકાઓ ચકરડી તથા વિવિધ પ્રકારના ખાણીપીણીનાં તથા મનોરંજનનાં સ્ટોલો ગોઠવવામાં તા.  3- 9-2024 ને મંગળવારના રોજ સવારે 7:30 કલાકે શુભ ચોઘડીયે શ્રી માત્રી માતાજીની જગ્યા (ગામ)માંથી મહંત  જયવંતપુરીજી તથા લઘુમહંત  વિશ્વાસપુરીજી અને અનેક સંતો-મહંતો, ગ્રામજનો-સેવકો સહિત માતાજીનું ધ્વજા નિશાન વાજતે ગાજતે નીકળી મેળાનાં મેદાનમાં થઈ અને ડુંગર ઉપર શ્રી માત્રી માતાજીનાં મંદિરે જશે. રવિવારના સંધ્યાઆરતી બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. તેમ મહંત જયવંતપુરીજી ગુરૂ રમેશપુરીજીએ પોતાની યાદીમાં જણાવેલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.