400 વિદ્યાર્થીની સંખ્યા ધરાતી કોલેજમાં કારકુન, લાઇબ્રેરીયન, પટ્ટાવાળાની જગ્યા ખાલી ! અધુરામાં પુરુ પાંચ વર્ષથી ગ્રાન્ટ મળતી બંધ
ધોરાજી ખાતે 53 વર્ષ પૂર્વે વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે દાતાઓના દાનથી ધોરાજીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં કે ઓ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નું નિર્માણ થયું હતું. અને કોલેજ બન્યા પછી ધોરાજી નગરપાલિકાને કોલેજનું સંચાલન સો આપવામાં આવ્યું હતું.ધોરાજી કેઓ શાહ કોલેજમાં બી એ અને બીકોમ બે વિભાગો કાર્યરત છે.હાલ કોલેજમાં 400 થી વધારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો કોલેજના બંને વિભાગોમાં શિક્ષણ મેળવી રહ્યા છે કોલેજ નું સુવિધાસભર બિલ્ડીંગ બનેલું છે અને કોલેજ પરિસરમાં રાશિવન, ઓડિટોરિયમ બગીચો રમતગમત નું મેદાન કોમ્પ્યુટર લેબ અને સૌરાષ્ટ્રમાં કોલેજ કક્ષાએ સૌથી મોટી ગણી શકાય તેવા પ્રકારની લાઇબ્રેરી પણ આવેલ છે.અનેકવિધ સગવડો ની વચ્ચે પણ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે જેનું મુખ્ય કારણ કોલેજમાં ઘટતો સ્ટાફ છે.
કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. રોકડ એ જણાવ્યું હતું કે ધોરાજી કેઓ શાહ કોલેજમાં 25 કર્મચારીઓનું મહેકમ મંજૂર થયેલ છે જેમાં પ્રોફેસર પ્રિન્સિપલ લાઇબ્રેરીયન કારકુન અને પટાવાળા નો સમાવેશ થાય છે જોકે હાલ કોલેજમાં માત્ર 10 નો સ્ટાફ રહેલો છે. કોલેજમાં અંગ્રેજી સંસ્કૃત મનોવિજ્ઞાન સહિત અલગ અલગ વિષયો માં પ્રોફેસરો ની ભરતી કરવામાં આવી નથી અને પ્રિન્સિપાલ ની જગ્યા પણ ખાલી છે. કોલેજમાં ત્રણ કારકુન ની જગ્યા મંજૂર થયેલ છે. જેમાંથી એક પણ કારકુન ન હોવાથી તે કામ પણ પ્રોફેસરોના ભાગમાં આવે છે કોલેજમાં વિશાલ લાઇબ્રેરી છે પણ લાઇબ્રેરીયન ની જગ્યા ખાલી છે ત્રણ પટ્ટાવાળા ની સામે માત્ર એક જ પટાવાળા હાલ છે સ્વીકરની પણ કોઈ વ્યવસ્થા નથી.
છેલ્લા પાંચ વર્ષથી કોલેજને સરકાર દ્વારા કોઈપણ જાતની પર્યાપ્ત ગ્રાન્ટ આપવામાં આવી નથી અને નગરપાલિકા દ્વારા પણ વિશેષ સહકાર મળતો નથી પ્રોફેસરોની પણ ઘટ્ટ છે એક સેમેસ્ટર દીઠ બીકોમ વિભાગમાં એક વિદ્યાર્થીની 2400 રૂપિયા ફી છે જ્યારે બી એ વિભાગમાં વિદ્યાર્થી દીઠ 1900 રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે જેમાંથી કોલેજ ચાલી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ધોરાજી માં 53 વર્ષ પૂર્વે ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લઈ દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું અને ભવ્ય કોલેજ નું નિર્માણ કરવામાં આવ્યું તે કોલેજમાં પ્રોફેસરોની ઘટના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે સરકાર નવી કોલેજ નું નિર્માણ ન કરે તો પણ વાંધો નહીં માત્ર જે કોલેજ ચાલી રહી છે તે પ્રોફેસરોની ઘટ ના કારણે બંધ થવાના આરે ન આવે તે પણ ઘણું છે શિક્ષણ માટે સદા જાહેરાત કરતી સરકાર ધોરાજી કોલેજની સામે નજર માટે અને ધોરાજીની કોલેજ પૂરતા પ્રોફેસરો થી ફરી ધમધમતી થાય આવશ્યક ગ્રાન્ટ મળી રહે તે જરૂરી છે.