ધોરાજી-ઉપલેટા ભાજપના ઉમેદવાર ડો.મહેન્દ્રભાઇ પાડલીયાનો 11878ની પ્રચંડ લીડથી જીત કોંગ્રેસના ગઢમાં ગાબડ
ધોરાજી-ઉપલેટા વિસ્તારનાં ભાજપનાં ઉમેદવાર ડો.મહેન્દ્રભાઇ પાડલીયાનો જંગી બહુમતીથી વિજય થતા ધોરાજી ખાતે અવેડા ચોક ભાજપ કાર્યાલય ખાતે પધારેલ હતા ત્યારબાદ જેતપુર રોડ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇના પુતળાને હારતોરા કરેલ હતા. આ વિજય સરઘસમાં ધોરાજી શહેર ભાજપના વરિષ્ઠ આગેવાન વી.ડી.પટેલ, હરસુખભાઇ ટોપીયા, વીનુભાઇ માથુકીયા, હરકિશન માવાણી, કે.પી.માવાણી, નિતીનભાઈ જાગાણી, જેસુખભાઇ ઠેશીયા, વિજય બાબરીયા, મનીશ કડોલીયા, પરેશ વાગડીયા, વિઠ્લભાઇ હીરપરા, તુષાર સોંદરવા, કૌશીક વાગડીયા, કલ્યાણજીભાઇ ત્રાડા, વિજય અંટાળા, કીરીટ વઘાસીયા, મહેશ પટેલ, રાજુભાઇ બાલધા, એવી બાલધા, જીતુભાઇ વઘાસીયા, સી.સી.અંટાળા તેમજ ધોરાજી શહેરના આગેવાનો, યુવાનો તેમજ તાલુકામાંથી પધારેલા સરપંચો હોદ્ેદારો સહિતના લોકો વિજય સરઘસમાં જોડાયેલ હતા અને ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં વિજય સરઘસ કરેલ હતું. વિજેતા ઉમેદવાર મહેન્દ્રભાઇ પાડલીયાને સન્માનીત કરેલ હતા. આ તકે યુવા કાર્યકરો દ્વારા ભવ્ય આતશબાજી, ડી.જે.ના તાલે કરેલ હતી. વિવિધ વિસ્તારોમાં મહેન્દ્રભાઇ પાડલીયાનું સન્માન કરવામાં આવેલ હતું.
મહેન્દ્રભાઇ પાડલીયાએ જણાવેલ હતું કે ધોરાજી-ઉપલેટા વિધાનસભાની ચૂંટણીમાં મને જંગી બહુમતીથી વિજય કરવા બદલ હું મતદારોનો આભાર માનું છું અને ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં વિકાસના કામોમાં હું હમેંશા અગ્રેસર રહીશ એમ ડો.મહેન્દ્રભાઇ પાડલીયાએ જણાવેલ હતું.
આ તકે પ્રદેશ કારોબારીના દિનેશભાઇ અમૃતીયા માજી ધારાસભ્ય: પ્રવિણભાઇ માકડીયા વિજય સરઘસમાં જોડાયેલ હતા. તમામ હોદ્ેદારો, આગેવાનો, કાર્યકરોનો આભાર વ્યક્ત કરેલ હતો.