માનવ સેવા યુવક મંડળની ઉચ્ચ કક્ષાએ રજૂઆત
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાની મહામારીમાં હવામાંથી ઓક્સિજન એકઠું કરે તેવો આધુનીક પ્લાન્ટ ફિટ કરેલ અને હાલમાં કોરોનાની લહેર ચાઇનામાં વ્યાપક પ્રમાણમાં હોય અને રાજકોટ અને જેતપુરમાં પણ કોરોનાએ દેખા દીધાના સમાચાર મળી રહ્યાં છે ત્યારે જો કોરોનાની લહેરના સાવચેતીના પગલા અંગે ધોરાજીની સરકારી હોસ્પિટલ સજ્જ છે.
બેડ અને દવાઓ તેમજ ઓક્સિજનના સિલિન્ડરો પૂરતા પ્રમાણમાં છે પણ લાખોના ખર્ચ તૈયાર થયેલ. ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં હોય તો તે પ્લાન્ટ તાત્કાલીક ચાલુ કરાવવા અંગે સાંસદ અને ધારાસભ્ય સહિતનાઓને માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ રજૂઆત કરેલ છે.