અબતક, ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી
ધોરાજી માનવ સેવા યુવક મંડળ દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આધુનીક આઈસીયુ ચાલુ કરવા અંગે રજૂઆત કરી હતી. અને રાજય સરકાર દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે નવું આધુનીક સુવિધા જેવીકે વેન્ટીલેટર, એસી, ઓકસીઝન સહિતની લાખો રૂપીયાના ખર્ચ રાજય સરકાર દ્વારા છેવાળાના માનવી સુધી આરોગ્ય સેવાનો લાભ લે તેવા ઉદેશ્યથી ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આધુનીક આઈસીયુને રાજય સરકારે મંજૂરી આપેલ છે. અને હવે આઈસીયુના દર્દીઓને જૂનાગઢ રાજકોટને બદલે ધોરાજી ઘણ આંગણ આધુનીક સારવારનો લાભ મળશે અને આ તકે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીની રજૂઆત રંગ લાવી છે. અને ટુક સમયમાં આ અંગેનું બાંધકામ શરૂ થશે અને આ મંજૂરી અંગે સરકારી હોસ્પિટલનાં અધિકક્ષ ડો. જયેશ વેસેટીયનએ જણાવેલ હતુ.