- તમામ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ
- ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ તમામ પ્રકારની સુવિધાઓથી સરકારી હોસ્પિટલ સજ્જ જોવા મળી
ધોરાજી: ચીનમાંથી વધુ એક વાયરસ HMPV નો ફેલાવો થઈ રહ્યો હોય ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે. તેમજ તમામ પ્રકારની દવાઓ, બાટલાઓ, ઇન્જેક્શન અને તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ અને ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. તેમજ આ વાયરસના લક્ષણોમાં શરદી ઉધરસ અને તાવ જોવા મળે છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સમગ્ર વિશ્વ ને કોરોના વાયરસ ના ભરડા માં નાખનાર ચીનમાંથી વધુ એક વાયરસ HMPV નો ફેલાવો થઈ રહ્યો હોય ત્યારે ભારતમાં આ વાયરસની એન્ટ્રી જોવા મળેલ છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે તમામ પ્રકારની દવાઓ બાટલાઓ ઇન્જેક્શન અને તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ અને ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ તમામ પ્રકારની સુવિધાઓથી ધોરાજી સરકારી હોસ્પિટલ સજ્જ જોવા મળેલ છે ચીનનો આ નવો વાયરસ થી પહોંચી વળવા ધોરાજી સરકાર હોસ્પિટલ સજ્જ બન્યું છે ત્યારે ધોરાજી હોસ્પિટલના તબીબી એ જણાવેલ છે કે કોઈને ભેટવું કે હાથ મિલાવવું નહીં દરવાજાને હેન્ડલ કીબોર્ડ કે કોઈ પણ સ્પર્શવુ નહીં કારણ કે આ તમામમાં કીટાણુ છોડી જાય છે.
આ વાયરસના લક્ષણોમાં શરદી ઉધરસ અને તાવ જોવા મળે છે અને ભીડ ભાડ વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ અને પાણીનો ઉપયોગ ફ્રુટ નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો જોઈએ અને જ્યારે શરદી ઉધરસ કે તાવ ના લક્ષણો હોય ત્યારે ડોક્ટરોની સલાહ મુજબ ચાલવું જોઈએ આ વાયરસ થી બચવા માટેના પ્રયાસો કરવા જોઈએ આવું તબીબીઓએ જણાવેલ છે
અહેવાલ: કૌશલ સોલંકી