દાતાઓનાં સહયોગથી આધુનિક આંખ-દાંત વિભાગના સાધનો મળતા ઓપીડી થઈ બમણી: દર્દીઓની મુશ્કેલી ઘટી
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અમેરિકા સ્થીત કે.ઓ.શાહ પરિવાર અને પાડલીયા પરિવાર દ્વારા 60 લાખ કરતા વધારેના આંખ અને દાત અને લેબોરેટરીના આધુનીક સાધનો દાનમા આપતા અને દાંત અને આંખના દર્દીઓને માટે આર્શીવાદરૂપ થયેલ છે. અને લોકોને મોંઘી ખાનગી હોસ્પિટલોમાં જવાને બદલે ઘર આંગણે સુવિધાઓ વિનામૂલ્યે મળવા લાગી છે.
આંખ વિભાગના ડો. જયેશ વેસેટીયન અને દાંત વિભાગમાં ડો. રોનકબેન બેરા પોતાની સેવાઓ આપી રહેલ છે. આ તકે સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ વેસેટીયન એ જણાવેલકે સરકારી હોસ્પિટલ ખાતે આધુનીક ગાયનેક વિભાગ તેમજ ફીઝીયો થેરાપી,વિભાગ,ડાયાલીસીસ સેન્ટર અતી આધુનીક પેથોલોજીક લેબોરેટરી વિભાગ એન.સી.ડી.વિભાગ આાટીપીસીઆર લેબ અને અતી આધુનીક આંખ વિભાગ અને દાંત વિભાગ થોડા દિવસોમાં ચાલુ કરાયા છે. અને દર્દીઓ આ આધુનીક સાધનો વાળા વિભાગ આવી સારવાર કરાવા આવી રહ્યા છે. આધૂનીકતાના કારણે ઓપીડી સંખ્યામાં વધારો થયેલ છે. તેમજ નવીનીયુકત ડો. જોષી જે સર્જન છે. તેઓ પણ ઓપરેશનો કરી રહ્યા છે. આ તકે દર્દીઓ માટે ધોરાજીની સરકારી હોસ્પિટલ આર્શીવાદ રૂપ છે.