ધોરાજી મા મહાત્મા ગાંધીજી ના ચશ્મા ગાયબ ધોરાજી ના ત્રણ દરવાજા નજીક આઝાદ ચોક ખાતે આવેલ દેશ ના રાષ્ટ્રપિતા અને દેશ ને અંગ્રેજો ની ગુલામી માંથી મુક્ત કરનાર એવા રાષ્ટ્ર પિતા ગાંધીજી ની પ્રતિમા સ્થાપિત કરવામા આવેલ છે પણ તંત્ર ની ઘોર બેદરકારી ને કારણે અવારનવાર ગાંધીજી ના ચશ્મા ગાયબ થઇ જાય છે પણ મુક પ્રશક બની ને જોવા સિવાય કોઈ કામ કરતુ નથી અને ગાંધીજી ના ચશ્મા ગાયબ થઇ ગયા હોય તેવો ચોથો બનાવ બન્યો ત્રણ દિવસ અગાઉ ધોરાજી ના આઝાદ ચોક અને નગરપાલિકા ની એકદમ નજીક આવેલ ગાંધીજી ની પ્રતિમા સ્થાપિત કરેલ છે
તેના ચશ્મા ગાયબ થઈ ગયા હતા ત્યારે તાત્કાલિક ચશ્મા પહેરાવી દિધેલ અને બે દિવસ બાદ ફરી ગાંધીજી ના ચશ્મા ગાયબ થઇ ગયા ત્યારે ગાંધીજી ના ચશ્મા ગાયબ થયા નો સિલસિલો યથાવત જોવા મળેલ તંત્ર દ્વારા કેમ નક્કર કોઈ પગલા લેવા આવતા એ પણ મોટો પ્રશ્ન છે ગાંધીજી ના ચશ્મા ગાયબ કરનાર વ્યક્તિ ને શોધી તેની સામે કાયદેસર ની કામગીરી કરવી જોઈએ જેથી આવુ કૃત્ય આચરનાર કડક સજા થવી જોઈએ અને ધોરાજી ની શાન્તિ ડોળવાનો પ્રયત્ન કરનાર આવુ કૃત્ય ન કરી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ