ધોરાજીના સોની યુવક અને પટેલ યુવતીના પ્રેમ સંબંધના કારણે યુવકના કાકી અને તેના તેના પુત્ર પર યુવતીના પિતાએ સરા જાહેર હુમલો કરી દુકાન સળગાવી નાખવાની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

તારો બાપ શું કહેતો હતો તેમ કહી દુકાન સળગાવી દેવાની ધમકી દીધી

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના ચામડીયા કૂંવા પાસે રહેતા છાયાબેન વલ્લભભાઇ ધીણોજ નામની 50 વર્ષની સોની મહિલા અને તેના તેના પુત્ર ધવલને ગોપાલ કિરાણા નામની દુકાન ધરાવતા ભરત પરસોતમ વૈષ્ણવ નામના શખ્સે તારો બાપ રેકડીએ શું કહેતો હતો તેમ કહી બંનેને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

છાયાબેનના જેઠના પુત્ર અંકિતને દોઢેક વર્ષથી ભરતની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી પટેલ અને સોની પરિવાર વચ્ચે ઝઘડો ચાલતો હોવાથી હુમલો કર્યાનું અને દુકાન સળગાવી નાખવાની અને આખા પરિવારની હત્યા કરવાની ભરત વૈષ્ણવે ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ધોરાજી પોલીસે છાયાબેન સોનીની ફરિયાદ પરથી ભરત વૈષ્ણવ સામે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ કિશોરભાઇ લુણસીયાએ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.