- ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા નવા શરુ કરાયેલા પુસ્તકાલયની સેવા કરાઈ લોકાર્પિત
- પુસ્તકાલયમાં 3000 જેટલા પુસ્તકો, મેગેજીન્સ સહીત અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ
- પાલિકાના ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી, સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
રાજયના તમામ લોકોને વાંચન સુવિધા પ્રદાન કરવાના હેતુથી નવા પુસ્તકાલયો શરુ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટના ધોરાજી તાલુકા ખાતે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા નવા શરુ કરાયેલા પુસ્તકાલયની સેવા લોકાર્પિત કરવામાં આવી હતી. આ પુસ્તકાલયમાં આશરે 3000 જેટલા પુસ્તકો, મેગેજીન્સ તથા અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ તકે પાલિકાના ચિફ ઓફિસર, પ્રાંત અધિકારી, ધોરાજી નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, શહેર ભાજપ પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત સરકારના રમત- ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા દ્વારા રાજયના તમામ લોકોને વાંચન સુવિધા પ્રદાન કરવાના હેતુથી ૫૦ બિનઆદિજાતિ તાલુકા મથકોએ નવા પુસ્તકાલયોની શરુ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે માનનીય ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ( ધારાસભ્ય ઉપલેટા, ધોરાજી) ના વરદ હસ્તે નવા શરુ થયેલા પુસ્તકાલયની સેવાઓ લોકાર્પિત કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાના ચિફ ઓફિસર મોઢવાડિયા, પ્રાંત અધિકારી એન.એમ. તરખાલા, ધોરાજી નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, શહેર ભાજપ પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યઓ ની વિશેષ ઉપસ્થિતિમાં પુસ્તકાલયની સેવાઓ લોકાર્પિત કરવામાં આવ્યું હતું. પુસ્તકાલયના લોકાર્પણ સમારોહ અન્વયે યોજાયેલ પુસ્તક પ્રદર્શન વિશાલ માત્રામાં ઉપસ્થિત સુજ્ઞ નગરજનોએ નિહાળ્યું હતું.
ગ્રંથાલય ખાતાના નિયામક ડો. પંકજ ગોસ્વામીના અથાગ અને ઉમદા પ્રયત્નો થી ગુજરાત રજ્યની પુસ્તકાલય પ્રવૃતિઓને વેગ મળ્યો છે. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વાંચે ગુજરાત વિકસે ગુજરાત”: એ સુત્રને સાર્થક કરતી આ પુસ્તકાલય પ્રવૃતિઓ થકી યુવાનોમાં વાંચન દ્વારા રચનાત્મક પ્રવૃતિઓનો વિકાસ થાય, તથા જીવનભર સ્વશિક્ષણ મેળવી શકે. વડિલો તથા નિવૃત લોકોની માનસિક જરૂરિયાતની પૂર્તિ થાય, બાળકો મોબાઇલના વળગણથી છુટી અને વાંચન તરફ વળે તેવા ઉમદા પ્રયન્નો નિયામક દ્રારા હાથ ધરવામાં આવ્યા છે. આ ગ્રંથાલયમા આશરે 3,000 જેટલા પુસ્તકો, મેગેજીન્સ તથા અદ્યતન ફર્નિચરની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્રંથાલય નિયામક ડો. પંકજ ગોસ્વામી, તથા મદદનીશ નિયામક એલ.આર. મોઢ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મદદનીશ ગ્રંથપાલ સાંચલા વર્ષાબેન, વાઢીયા જિજ્ઞાશા તથા ગ્રંથાલયના તમામ કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ: કૌશલ સોલંકી