ધોરાજીના પૂર્વ શિક્ષક અને રાષ્ટ્રપતી એવોર્ડ વિજેતા અને વડાપ્રધાન ઇન્દીરા ગાંધીના વરદ હસ્તે બેસ્ટ કામગીરી કરનાર ગોવિંદભાઇ મૈયાભાઇ કાપડીયાનું અવસાન થતા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા ડો.જયેશ વેસેટીયન ડો.કૃતિબેન બાબરીયા અને મેડીકલ ટીમના નીતીન સાગઠીયા, વિજય ભાસ્કર, રોહિત સોંદરવા, નૈમીશ સજીયા તેમજ પરિવારના અરૂણભાઇ કાપડીયા, વિશાલ કાપડીયા, રણછોડભાઇ વઘાસીયા, અરૂણભાઇ બાલધા, પ્રવીણભાઇ રાબડીયા સહિતના હાજર રહેલ.
આ તકે માનવ સેવા યુવક મંડળને ચક્ષુઓ સોંપાતા રાજકોટ જી.ટી.શેઠ હોસ્પીટલ ખાતે પહોંચતા કરાયા હતા તેમજ માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકી દ્વારા ગાંધીવાદી એવા ગોવિંદભાઇ કાપડીયાને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. સ્વ.ગોવિંદભાઇ કાપડીયાની વિશાળ સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં શિક્ષણવિદ્, વકીલો, ડોક્ટરો, સમાજશ્રેષ્ઠીઓ સહિતના હાજર રહેલ અને ગોવિંદભાઇ કાપડીયાના ગાંધી વિચારો અનુસરવા જણાવેલ હતું. માનવ સેવા યુવક મંડળને 94મું ચક્ષુદાન મળેલ હતું.
નિવૃત્ત શિક્ષક ગોવિંદભાઇ કાપડીયા નિવૃત્ત શિક્ષક ગાંધી વિચારધારાને વળેલા અને આજીવન ખાદીના કપડા પહેરતા તેમજ તેમની પૌત્રીના લગ્ન પ્રસંગે પોતે અને પોતાના પત્ની બંને દેહદાનની જાહેરાત કરેલ અને જણાવેલ કે આ દેહ ક્ષણભંગુ છે. મર્યા બાદ પણ બીજાના જીવનમાં રોશની ફેલાય તે હેતુથી બંનેના દેહદાનની જાહેરાત 2006માં પોતાની પૌત્રીના લગ્નપ્રસંગે કરેલ બાદમાં ગોવિંદભાઇ કાપડીયાના પત્ની પ્રભાબેનનું અવસાન થતા તેમના દેહને માનવ સેવા યુવક મંડળ દ્વારા 2006માં જામનગર મેડીકલ કોલેજ ખાતે દેહદાન આપેલ હતું. આવા સેવાભાવી અને ગાંધી વિચારોના હિમાયતી ગોવિંદભાઇ કાપડીયા હતાં.
સુપેડીના લાલજીભાઇ ચાવડાનું અવસાન થતા ચક્ષુદાન કરાયું
ધોરાજીના સુપેડી ગામના લાલજીભાઇ ગોવિંદભાઇ ચાવડા રહે સુપેડીવાળાનું દુ:ખદ અવસાન થતા તેમના પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પીટલ ખાતે ડો.જયેશ વેસેટીયન, ડો.રાજબેરા, ડો.કૃતિબેન બાબરીયા અને મેડીકલ ટીમના નિતીન સાગઠીયા, રોહિત સોંદરવા સહિતનાઓએે ચક્ષુદાન કરી સ્વ.ના ચક્ષુઓને માનવ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓને સોંપાતા રાજકોટ ખાતે જી.ટી.શેઠ હોસ્પીટલ ખાતે મોકલાયા હતાં.