ખુશીનો માહોલ શોકમાં પલટાયો: મૃતકનું ચક્ષુદાન કરાયું
અબતક-ધર્મેન્દ્ર બાબરીયા,ધોરાજી
ધોરાજી ન જાણ્યુ જાનકીનાથે કાલે શું થવાનું છે. આવો જ બનાવ ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ખેડૂત એવા કાન્તીભાઇ જીવાભાઇ બાલધા (ઉ.વ.50) વાળાના પુત્ર જય બાલધાના લગ્ન ઉપલેટા નિવાસી વ્રજલાલ છગનભાઇ ઠેસીયાની સુપુત્રી ચિ.આરતી સાથે ધોરાજીના જમનાવડ રોડ પર આપેલ લેઉઆ પટેલ સમાજ ખાતે હોય અને રાત્રે 9:00 વાગ્યાની આસપાસ દાંડીયા રાસ ચાલુ હોય અને ચાલુ દાંડીયા રાસે વરરાજા એવા જયના પિતા કાન્તીભાઇને એકાએક પડી જતા તેને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા ફરજપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સ્વ.કાન્તીભાઇના સ્વજનોએ ચક્ષુદાન અંગે નિર્ણય કર્યો હતો.
આ અંગે પરિવારને જાણ ન કરી સવારે લગ્નવિધી પુરી કરી સ્વના અંતિમ સંસ્કાર કરાશે. મરણ જનારને એક જ પુત્ર જય હતો અને ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને જય વરરાજો રાજકોટ ખાતે નોકરી કરે છે. આ કરૂણ ઘટના અંગેની જાણ થતા સ્વજનો જેન્તીભાઇ બાલધા, પ્રફુલભાઇ બાલધા, મનસુખભાઇ બાલધા, મુકેશભાઇ ડોબરીયા (ઉપલેટાવાળા) જયેશભાઇ બાલધા, યોગેશભાઇ માવણી વગેરે હાજર રહેલ. આ તકે પાર્થ મેઘનાથી, સજીયાભાઇ અને સ્ટાફ અને માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા, સાગર સોલંકી હાજર રહેલ હતા અને બાલધા પરિવારની સેવાઓને બીરદાવી હતી.