એપલ બોરની હરાજી કે ખરીદી જે તે જગ્યાએ ફાળવવામાં આવે તો ખેડુતોને નુકશાની વેઠવી ન પડે
રાજકોટ જીલ્લા ના ધોરાજી તાલુકા ના નાની પરબડી ગામે ફક્ત એક જ ખેડૂત એપલ બોર નુ વાવેતર અને ઓર્ગેનિક ઢબ થી એપલ બોર ની ખેતી કરનાર ખેડૂત કરેલ ધોરાજી તથા અન્ય વિસ્તાર મા આ એપલ બોર પ્રખ્યાત છે કારણ કે ખેડૂત પોતાની ખેતી ઓર્ગેનિક ખેતી કરી રહયા છે
ધોરાજી તાલુકા ના નાની પરબડી ખાતે જ એપલ બોર ની ખેતી કરતા ખેડૂત ને બધી કુદરતી આફત નો સામનો કરવો પડ્યો અને એપલ બોર મા જે ઉતારો થવો જોઈએ તે થયો નહી તેથી ચિંતા ખેડૂત ને વધી તથા વાતાવરણ મા ફેરફાર અને વધુ પડતી ઠંડી અને ભારે પવન ને કારણે ઘણો ખરો એપલ બોર ખરી ગયા અને એપલ બોર નો ફાલ બગડી ગયેલ તેથી એપલ બોર મા ખેડૂત ને ઘણી તકલીફ તથા નુકસાની પણ વેઠવા વારો આવેલ અને જે ખેડૂતે એપલ બોર ની ખેતી કરી છે તે એપલ બોર ધોરાજી માર્કેટીંગ યાર્ડ મા હરાજી થતી નથી તથા કોઈ વેપારીઓ પણ એપલ બોર ની ખરીદી કરવા આવતા નથી તેથી ન છુટકે ખેડૂત મે જ એપલ બોર વહેચવા માટે શહેર કે ગામડા ની ગલીઓ મા ફરી ફરી ને એપલ બોર નુ વેચાણ કરી પડી હતી રહયુ નાની પરબડી ખેડૂતે તેમ છતાંય સારી ક્વોલિટી જાળવી રાખી છે ખરાબ ફાલ ફેંકી સારા જ એપલ બોર નુ વેચાણ કરી રહયા છે
ખેડૂત ની અપેક્ષા અને રજુઆત છે કે એપલ બોર ની હરાજી કે ખરીદી જે તે જગ્યાએ ફાળવાઇ તો ખેડૂત ને પણ હેરાન ગતિ કે પરેશાન વેઠવી ન પડે અને એપલ બોર ગામડાઓ મા શહેરો મા ઘર ઘર સુધી પહોંચે અને ઓર્ગેનિક એપલ બોર ખાઈ શકે,