રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીને એક તરફી હુકમ સામે સ્ટે આપવા અપાયું આવેદનપત્ર
ધોરાજીના રાજકોટ- ગોંડલ હાઇવે ઉપર ટોયોટોના શો રુમ સામે અંદરના ભાગે આવેલ કાંગશીયાળીનો 1ર મીટરનો સીમેન્ટ રોડ વિસ્તારના કારખાને દારોએ લોક ભાગીદારીથી બનાવેલ છે. અને આ રોડનો અસંખ્ય કારખાનેદારો દૈનિક ઉપયોગ કરે છે. મામલતદાર દ્વારા આ રોડ પ્રશ્ર્ને કારખાનેદારોની તરફેણમાં ચુકાદો આપેલ હતો. જો કે આ વિસ્તારમાં કારખાનુ ધરાવતા સમીર ઝોલાવડીયા (ગુડવીલ ક્ધઝયુમનર્સ એ મામલતદાર ના હુકમ સામે પ્રાંત અધિકારી (રાજકોટ ગ્રામ્ય) ને અપીલ કરી હતી અને પ્રાંત અધિકારી પાસે એક તરફી હુકમ કરાવ્યો હોવાની ઉગ્ર રજુઆતો કાંગશીયાળી વિસ્તારના કારખાનેદારો પલોટીંગ ધારકોએ રાજકોટ ગ્રામ્ય પ્રાંતને આવેદન પત્ર પાઠવી રજુઆત કરેલ હતી.
રોડ તોડી પાડવાના તેના હુકમ સામે સ્ટે આપવા માંગણી કરી હતી અને જો આ રોડ તોડી પાડવામાં આવશે. તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ તકે રજુઆતકર્તા મનસુખભાઇ સાવલીયા, રામભાઇ પીપળીયા, જયેશભાઇ ભાદાણી, સુરેશભાઇ દેેસાઇ, જે.ડી. સાવલીયા, સંજયભાઇ ડોબરીયા, મહેશભાઇ આસોદરીયા સહીતના કારખાનેદારો કે અરજદાર સમીર ઝાલાવડીયાની રસ્તો તોડી ફરી ચાલુ કરવાની માંગણી અયોગ્ય છે. કારણ કે આ રસ્તો જ કારખાનેદારોની અવર જવર નો એક માત્ર માર્ગ છે.
છતાં પ્રાંત અધિકારીએ કારખાનેદારોને સાંભળવા વિના જ રોડ તોડવા એક તરફી ચુકાદો આપેલ છે જે અન્યાયકર્તા છે. આ રોડ ઉપર અનેક કારખાના અને બીનખેતી થયેલ પ00 એકર ઉપર પ્લોટીંગ પણ છે. ત્યારે જો આ 1ર મીટરનો રોડ તોડવામાં આવે તો કારખાનેદારોને ચાલવું કયાંથી ? તે મોટો જટીલ પ્રશ્ર્ન છે.