ધોરાજીમાં ભારે વરસાદથી મેળાના મેદાનમાં વાહનો તરતા દેખાતા તે તમામ વાહનો સ્કેપમાં આવેલ વાહનો હતા.

ધોરાજીમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબકતા મેળાના મેદાનમાં પાણી ભરાતા વાહનો પાણીમાં તરતા હોવાનો વિડીયો વાયરલ થએલ અને આતર રાષ્ટ્રીય ન્યુઝોમાં પણ ધોરાજી ચમકેલ પણ વાસ્તવિક સ્થીતી એ છે કે ધોરાજી શહેરની નગર રચના એવી છે કે ગમે તેટલું પાણી આવે માત્ર બે કલાકમાં પાણીનો નિકાલ થઇ જાય છે. અને આ વરસાદી પાણીમાં મોટરો પાણીમાં તરતી દેખાતા લોકોને વિચાર આવતો હશે કે વાહન ચાલકોને મોટુ નુકશાન થએલ છે પણ આ વાહનો ભંગારમાં ભાગવા મેળાના મેદાનમાં આવેલા હતા. નુકશાની ભંગાર વાળાઓને કેવી આવી એ ભગવાન જાણે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.