ધોરાજી ડે.કલેકટરને આવેદન પાઠવતા સોની સમાજના આગેવાનો: ન્યાય નહીં મળે તા ઉગ્ર આંદોલનની ચિમકી
હાલનાં સમયમાં મુસ્લિમ યુવાન દ્વારા હિન્દુ યુવતીઓ ને ખોટી રજુઆતો કરી ઈન્ટરનેટ નાં માધ્યમ થી આભાષી ઓળખ ઉભી કરી અને પ્રેમ જાળ માં ફસાવી અને ખોટાં વચનો આપી તેમને હિન્દુ ધર્મ પરિવર્તન કરાવી અને તેમની જીંદગી બરબાદ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે આ કાવતરા નાં ભાગરૂપે દાહોદ સોની સમાજ ના સભ્ય એવાં વિજય તેજમલ સોની ની દીકરી ને પોતાનાં આભાષી ફેસ બુક એકાઉન્ટ થી ધોરાજી નાં રહીશ દાણાવાલા પોતાના ડમી ફેસ બુક એકાઉન્ટ કે જેમાં પોતે મીસ્ટર ગુજરાત ૨૦૧૭ અને ૨૦ના બીજા ટાઈટલનાં નામથી ખોટી ઓળખ આપી અને પોતે વડોદરા શહેર સાથે વિશેષ ધરાબો ધરાવે છે તેવું દર્શાવી યેનકેન પ્રકારે સોની સમાજ ની દીકરી ને શરીર સંબંધ બાંધવાના બદ ઈરાદે ઉપાડી ગયેલ છે.
આ બાબતે ઉચ્ચસ્તરીય રજુઆત કરી પણ નક્કર પરીણામ આવું નથીં જેથી આ ઘટના બનતાં ધોરાજી સોની સમાજ દાહોદનાં સોની સમાજની વ્હારે આવ્યા છે અને આજરોજ ધોરાજી સોની સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય ન્યાય દાહોદનાં સોની સમાજ મળે અને દાહોદ નાં સોની સમાજ ની દીકરી હેમખેમ પાછી મળે એવી માંગણી અને રજુઆત કરાઈ છે. આગામી દિવસો માં યોગ્ય ન્યાય નહી મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી અપાઈ છે.