- પિયર રહેલી પરિણીતાને તેડવા વધુ લોકો આવતા મામલો બિચકયોવેવાઈ પક્ષના પાચ મહિલા સહિત આઠ સામે ગુનો
ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે નજીક બાબતે પત્ની, સાળી અને સાસુને માર માર્યાની ઘટના પોલીસ મથકે નોંધાય છે. પિયરમાં રહેલી પાણી તને તેડવા માટે ત્રણને બદલે આઠ લોકો આવતા મામલો બિચકયો હતો. જેના કારણે મારામારી થતા વેવાઈ પક્ષના પાંચ મહિલા સહિત આઠ લોકો સામે ગુનો નોંધાયો છે.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્તિગત મુજબ છાડવાવદર ગામે રહેતા જયાબેન મનુભાઈ ચૌહાણ (ઉ.વ.62) એ પાટણવાવ પોલીસ મથકમાં તેના વેવાઈ પક્ષના લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેમના પુત્રી મનીષાબેન સાગર રાઠોડ માવતરે આરામ કરવા આવ્યા હતા. જેને ત્રણ દિવસ પહેલા સાસરિયા પક્ષના ત્રણ લોકો તેડવા આવવાના હતા. પરંતુ તેના બદલે આઠ લોકો આવતા મામલો બિચક્યો હતો.
જેથી મનીષાબેને તેડવા આવેલા પતિ સાગર, સસરા રમેશ રાઠોડ અને દિયર ધર્મેન્દ્રને આટલા લોકો તેડવા આવવાના હોય તો જાણ કરાઈ તેવું કહેતા મામલો બિચકયો હતો અને પતિ સાગર તથા ફઈજી સહિતના લોકોએ તારે આવવાનુ હોય તો આવ તેમ કહી ઘરની બહાર નીકળી ગયા હતા.
તે દરમિયાન મનીષાબેન સામે તેડવા જતા સાગર રાઠોડ, રમેશ રાઠોડ, ધર્મેન્દ્ર રાઠોડ, મધુબેન રમેશ રાઠોડ, શોભનાબેન નરેશ સોંદરવા, કમળા સુરેશ ચૌહાણ, શાંતાબેન સાદિયા, રમેશ તેજા રાઠોડ અને નાથીબેન દુદા પરમારે તેને માર માર્યો હતો. તેને છોડાવવા જતા આ આઠેય શખ્સોએ મનીષાબેનના માતા જયાબેન અને બહેન ભારતીબેનને પણ માર માર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.