પાઇપ અને ધોકા વડે ચાર શખ્સોએ હુમલો કર્યાનો નોંધાતો ગુનો

ધોરાજી તાલુકાના ભુખી ગામ ખાતે પ્રેમ લગ્ન બાબતે જૂની અદાવત રાખીને મારામારીમાં ત્રણને ગંભીર ઈજા ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામા આવી છે .

ધોરાજી તાલુકાના ભૂખી ગામ ખાતે પ્રેમ લગ્નની જૂની અદાવત રાખીને શરદ પૂનમની રાત્રીના સમયે એક સાથે ચાર શખશો લોખંડના પાઇપ લાકડી સળિયા ધોકા વિગેરે હથિયારો સાથે સામેવાળાની દીકરી સાથે પ્રેમ લગ્ન કરનાર ના માતા પિતા અને ભાઈના નિવાસ્થાન ખાતે જઈને હુમલો કરતા ગંભીર ઈજા પહોંચતા પોલીસે મામલો કાબુમાં લઈ લીધો હતો અને ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

ધોરાજી તાલુકાના ભુખી ગામ ખાતે રહેતા હેતલબેન વિક્રમભાઇ વાલાભાઇ સનેસરીયા જાતે કોળી  ફરીયાદીના ભાઇ કરણના પ્રેમલગ્ન બાબતેની જુની અદાવત રાખી આ કામના આરોપીઓએ ભેગા મળીને ધોકા , લોખંડના પાઇપ , સળીયા અને લાકડી વડે રાજેશભાઇ આયરને પગમાં , ફરીયાદીનાં માતા રેખાબેનને હાથના અલગ અલગ ભાગમાં તથા ફરીયાદીનાં પિતા કાળાભાઇને મોઢા અને માથા ઉપર મારી મરણતોલ ગંભીર ઇજાઓ કરી ગાળો આપી , જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયેલા આરોપીઓ માધાભાઇનો દીકરો મેહુલ ઉર્ફે લાલો , માધાભાઇ મોહનભાઇ મેર , મનોજભાઇ મોહનભાઇ મેર , વિશાલ મનસુખભાઇ મેરનો સમાવેશ થાય છે.

ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડેલ છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.