પૂર્વ પ્રેમીના બનેવી સહિત ચાર શખ્સોએ ઘરમાં ઘૂસી ધોકા અને લાકડી વડે તૂટી પડતા માતા – પુત્ર ધાયલ

ધોરાજી તાલુકાના વેગડી ગામે પતિ, પત્ની ઓર વોના ચક્કરમાં માતા અને પુત્ર પર હુમલો થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

જેમાં પત્નીના પૂર્વ પ્રેમી સાથે માથાકૂટ થયા બાદ તેના બનેવી સહિત ચાર શખ્સોએ ઘરમાં ઘૂસી હુમલો કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેગડી ગામે રહેતા અને ગેરેજ ચલાવતા વિજય ઉર્ફે વિપુલ ભનુભાઈ ગોહેલ નામના 28 વર્ષીય યુવાન અને તેના માતા જીણીબેન પર ગઇ તા.19મી મેના રોજ પોતાના ઘરે હતા ત્યાં ચાર શખ્સોએ ઘરમાં ઘુસી ધોકા અને લાકડા વડે માર મારતા સારવાર માટે ધોરાજી હોસ્પિટલમાં ખસેડાયા છે.આ અંગે જાણ થતાં ધોરાજી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને યુવકની ફરિયાદ નોંધી તજવીજ હાથધરી હતી. વિજય ઉર્ફે વિપુલ ગોહેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ચારેય શખ્સો ઘરમાં આવીને મેઘાનો પતી કોણ છે તેમ કહી હુમલો કરવા લાગ્યા હતા. ત્યાર બાદ ચારેય શખ્સો કારમાં નાસી છૂટયા હતા.

આ અંગે ફરિયાદીના પત્ની મેઘાબેને જણાવ્યું હતું કે જેતપુર ભોજાપરામાં રહેતા રાહુલ નામના શખ્સ સાથે ફરિયાદીની પત્નીને પ્રેમ સબંધ હતો. થોડા દિવસ પહેલા રાહુલ ફરિયાદીની પત્નીને વેગડી ગામે મળવા આવ્યો હતો ત્યારે તેની સાથે ઝપાઝપી થઈ હતી. જેનો ખાર રાખી જેતપુરના રાહુલના બનેવી હરેશ દિલીપ પરમાર, પ્રકાશ મેર, મનીષ મેર અને ભરત મકવાણાએ માર માર્યો હોવાનુ પોલીસ ચોપડે નોંધાયું છે. પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.