મહિલાએ મીઠી વાતોમાં ફસાવી જૂનાગઢ બોલાવી રૂ.33 હજારની મતા પડાવી લીધી’તી: મહિલા ચાર ઝડપાયા
અબતક, દર્શન જોશી, જૂનાગઢ
ધોરાજીના એક યુવક સાથે ધોરાજીની એક મહિલાએ રોમેન્ટિક અને મીઠી વાતો કરી યુવકને ફસાવી, જૂનાગઢ નજીક મળવા બોલાવી, મહિલા તથા અન્ય ચાર શખ્સોએ મળી યુવક પાસેથી કુલ રોકડા રૂ. 38000 તથા રૂપિયા 25 હજારની કિંમતની સોનાની વીંટી પડાવી લઇ, જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાના ચકચારીી પ્રકરણમાંં જુનાગઢ તાલુકા પોલીસે મહિલા સહિત ચારેય શખ્સોને ઝડપીી લીધા છે.
ધોરાજીમાં પાંચ પીરની વાડી પાસે મસ્જીદ પાસે રહેતા આસ્થાનાબેનએ ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલ અમીધારા એપાર્ટમેન્ટ બ્લોક નં-16 માં રહેતા શૈલેષભાઇ ભીખાભાઇ રાઠોડ (ઉ.વ.42) ને ફર્નીચર લેવા બાબતે ફોનમા મીઠી મીઠી વાતચીત કરી શૈલેષભાઇને વચ્ચે રાખી રૂ. 15,000 ની શેટીઓ લઇ, શૈલેષભાઇને રૂપીયા ન આપવા માટેે આસ્થાનાબેન એ વોટસઅપ કોલ અને મેસેજમા રોમેન્ટીક વાતો કરી, શૈલેષભાઇને પોતાની મોહજાળમા ફસાવી અને શૈલેષભાઇને જુનાગઢ ધોરાજી ચોકડી બોલાવી અને શૈલેષભાઇ મળવા જતા આસ્થાનાબેન શૈલેષભાઇની ફોરવ્હીલમાં બેસી થોડી આગળ ગાડી રોકાવીી, ત્યા આશરે 25 વર્ષીય 2 શખ્સો મોટર સાયકલ ઉપર આવેલ અને શૈલેષભાઇને જેમ તેમ ગાળો આપી, ઢીકાપાટુથી માર મારી બળજબરીપુર્વક પૈસા ઇરાદે છરી બતાવી બળજબરીથી ફોર વ્હીલમા બેસાડી દઇ, અપહરણ કરી શૈલેષભાઇને હાઇવે રોડનુ કામ ચાલુ હોય ત્યા લઇ જઇ ત્યાં અન્ય એક અજાણ્યો ઇસમ આવી જતાL
આ પાંચેયએ મળી શૈલેષભાઇ.ને છરી બતાવી જાનથી મારી નાખવાની તથા બળાત્કારના ખોટા ગુન્હામા સંડોવી દેવાની બીક બતાવી શૈલેષભાઇ પાસેથી રોકડા રૂ. 28,000 તથા સોનાની વિટી ગુરૂના નંગ વાળી કિ.રૂ.25000 ની લઇ તેમજ શૈલેષભાઇને ધોરાજીવાળા સાહેદ નિકુલભાઇને ફોન મારફતે વાત કરાવી તેની પાસેથી રૂ.10,000 મગાવી તે પડાવી લઇ, શૈલેષભાઇને કોઇને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી, નાસી ગયા હતા. ગત તા. 7/2/2022 ના રોજ બનેલા આ ઘટના અંગે ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલ અમીધારા એપાર્ટમેન્ટ બ્લોક નં-16 માં રહેતા શૈલેષભાઇ ભીખાભાઇ રાઠોડ એ જુનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જૂનાગઢ પોલીસે ધોરાજીના આસ્થાબેન તથા અજાણ્યા શખ્સો મળી કુલ 4 સામે ગુનો નોંધયો હતો.
આ હનીટ્રેપના ગુનાના આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઈજી મનિનદર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમસેટીની સુચના બાદ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તાલુકા પોલીસ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી આસ્થા બેન વસીમભાઈ ઈકબાલ (ધોરાજી) નવાજ દિલાવરભાઈ પઠાણ ( ધોરાજી),જાવીદ મહમદ ભાઈ હિંગોરા ( જુનાગઢ),અક્રમ ઉર્ફે નેહાલ નાસીર ભાઈ જૂનાગઢની તાલુકા પી.એસ.આઇ એ એમ ગોહિલ અને સ્ટાફે ઝડપી લીધા છે, પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 38,000 તથા મોટર સાયકલ અને મોબાઈલ ફોન 1 મળી કુલ રૂ. 83,000 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.