ધોરાજી સમાચાર
ધોરાજીના ફરેણી રોડ નજીક સીમમાંથી તાજી જન્મેલી બાળકી મળી આવી છે .જયંતીભાઈ પટેલના ખેતરમાં ખુલ્લામાં એક બાળક મળ્યાંની માહિતી મળતા 108 ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને બાળકીને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી . આ બાળકીને દત્તક લેવા ઘણા લોકો તૈયાર થયા હતા .
ત્યારબાદ મોડી રાત્રે બાળકીની તબિયત લથડતા માનવ સેવ યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા તથા એક મહિલા પોલીસને સાથે રાખી જુનાગઢ ખાતે ICU માં દાખલ કરેલ છે. આજે સવારે બાળકીની તબિયત સારી હોવાની વિગત મળતા તાલુકા પીએસઆઇ ધર્મેશ રાખોલીયાએ બાળકીની માતાની શોધખોળ હાથ ધરેલ છે . આ અંગે તાલુકા પોલીસે આઈપીસી કલમ 317 હેઠળ ગુનો નોંધ્યો છે .