છત્રાસા અને ભાડલામાં જુગટુ ખેલતા ૧૦ શખ્સો ઝડપાયા: અડધા લાખનો મુદામાલ કબ્જે
રાજકોટ જિલ્લામાં દારૂ જુગારની બદી ડામવા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આપેલી સૂચનાને પગલે ત્રણ સ્થળે દરોડા પાડયા જેમાં ધોરાજીમાં જુગાર રમતી ૨૫ મહિલા સહિત ૩૫ શખ્સોની ધરપકડ કરી રૂ. ૪૯ હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજી શહેરના ન્યુ માતીનગર સોસાયટીમાં જુગાર રમાતો હોવાની પોલીસને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી જુગટુ રમતી મધુ દિનેશ સરવૈયા, હેમીબેન કાંતી દોમડીયા, દક્ષાબેન રસીક પોકીયા, મનીષાબેન કલ્પેશ ટીલાળા, મંજૂબેન કલ્પેશ ટીલાળા, મંજૂબેન જયસુખ લાખાણી, આરતીબેન પ્રવિણ ઠાકોર, મુકતાબેન હરી ભાટીયા, કંચનબેન વિનોદ પરમાર, જયોતિબેન હરેશ રામોલીયા, ભાવનાબેન મુકેશ હાસોલીયા, દુર્ગાબેન ધર્મેન્દ્ર મહેતા, વર્ષાબેન અશ્વીન ટીલાળા, મેનાબેન જગદીશ પોલરા, જશુબેન નારણ બાબરીયા, યોગીતા પ્રવિણ ઠાકોર, કિરણ મનોજ પાનસુરીયા, રમા ગોરધન રાખોલીયા, ઈલા કિરીટ કારેલીયા, કુસુમદિનેશ વાગડીયા, અંજુબેન નિલેશ ટીલાળા કોમલ દિનેશ વાગડીયા, પ્રભા ભીખા પાનસુરીયા રંજન કેતન કુંભાણી, ચંદ્રીકા નારણ જેઠવાણી અને હર્ષિતા મનીષ ગજેરા સહિત ૨૫ મહિલાની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ.૨૪૫૦૦ના મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
જયારે પાટણવાવના છત્રાસા ગામે જુગાર રમતા સુધીર કદા ચુડાસમા, પ્રવિણ દાના સોલંકી રમેશ વિરા ચુડાસમા અને સંજય જીવા સોલંકીની ધરપકડ કરી રૂ.૧૦૫૦૦નો મુદામાલ કબ્જે કર્યા છે.
જસદણ તાલુકાના કટશમળીયા ગામે જાહેરમાં જુગાર રમતા જેન્તી મોહન તાણેસા, અજય રણછોડ કોળી, બીજલ સોમા સીતાપરા, રસીક મોહન કોળી, રમેશ ભીમા કોળી અને પ્રકાશ નાગજી મકવાણાની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ.૧૩૩૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.