ધોરાજી તાલુકાના ખીરસરા ગામ ની દીકરી ને સોળ વર્ષ ૧૧ માસ ની ઉંમરમાં પ્રેમજાળમાં ફસાવી જઈ અને આ કામના આરોપી ભગાડી ગયેલો હતો અને તેની સો દુષ્કર્મ કરેલું હતું આ કેસ દરમ્યાન ભોગ બનનાર એ પોતાને પ્રેમ સંબંધ હોવાની કબૂલાત આપેલી અને આમ છતાં ભોગ બનનારની ઉંમર તથા તપાસવામાં આવેલા ૨૫ સાક્ષીઓ ડોક્ટરી રિપોર્ટ અને ફોરેન્સિક સાયન્સ ના રિપોર્ટ પ્રમાણે સરકારી વકીલ શ્રી કાર્તિકે પારેખ એ દલીલ કરી હતી કે પ્રવર્તમાન સમયમાં સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી અને તેમનો શરીર નો લાભ લેવાના કૃતિઓ વધી રહ્યા છે.
સમાજમાં કાયદાનો ભય હોવો જોઈએ અને ૧૮ વર્ષ સુધી સહમતી આપવા માટે ભોગ બનનાર પણ સક્ષમ માનસિક રીતે ન હોય આ તમામ સંજોગો ધ્યાને લઇ અને સર્વોચ્ચ અદાલતનો ચુકાદો રજુ કરેલ હતો કે કદાચ ભોગ બનનાર તેમના સંજોગોના કારણે કોર્ટ સમક્ષ ન કરી શકે તો પણ તેમને સગીર વયના હોય ત્યારે અને સરકારી વકીલ ની જવાબદારી બને અને પોતે પણ યોગ્ય પુરાવા નું મૂલ્યાંકન કરવું જોઈએ આ તમામ સંજોગોમાં ભોગ બનનાર ના પિતા ની જુબાની અને ભોગ બનનાર અને આરોપી એકી સાથે મળી આવેલ આ અંગે આરોપીનો કોઇ ખુલાસો ન હોય નામદાર સેશન્સ જજ શ્રી હેમંતકુમાર દવે સાહેબ એ આરોપીને તકસીરવાન ઠરાવી અને ૧૦ વર્ષની સજા અને રૂપિયા દસ હજાર દંડ ફટકારેલ છે