- મુસાફરોની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવાની સાથે આઉટલેટ પર ડિસ્કાઉન્ટની ઓફર્સ
- જેમા કાચની પેઈન્ટિંગ, ઓરિગામી, માસ્ક પેઈન્ટીંગ, રોક પેઈન્ટિંગ, ડાયક્રાફટ અને મોકટેલ લેસન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સમર કાર્નિવલ હેઠળ મુસાફરોને જાણે બખ્ખા થઈ ગયા છે! સમર કાર્નિવલ અંતર્ગત મુસાફરોમાં ક્રીએટીવીટી વધારવાની સાથોસાથ આઉટલેટ્સ પર ડિસ્કાઉન્ટસ ઓફર કરવામાં આવી રહ્યું છે. મુસાફરોની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવાની સાથોસાથ એરપોર્ટ પર અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.સમર કાર્નિવલ હેઠળ SVPI એરપોર્ટ પર 15મી મેથી 45 દિવસ સુધીમુસાફરો માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓતેમજઆકર્ષક ડીલ્સનોપ્રવાહચાલુ રહેશે.
આ સમર કાર્નિવલમાંમુસાફરો એરપોર્ટ ટર્મિનલની અંદર 20થી વધુ પ્રવૃત્તિઓમાંવિનામૂલ્યે ભાગ લઈ શકશે. મુસાફરોએરપોર્ટ પરથી પરિવહન કરતી વખતેવિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાંભાગલઈ શકે છે. જેમાં કાચની પેઇન્ટિંગ, ઓરિગામિ, માસ્ક પેઇન્ટિંગ, રોક પેઇન્ટિંગ, ઉઈંઢ ક્રાફ્ટ અને મોકટેલ લેસન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ઉનાળાની આગ ઝરતી ગરમીમાં આવી પ્રવૃત્તિઓ મુસાફરોનેરચનાત્મકતાની ઠંડકનોઅહેસાસ કરાવશે.
લોકોને મુસાફરીનોસર્વોત્તમ અનુભવ મળી રહે તે માટે SVPI એરપોર્ટ તેમની અપેક્ષા કરતાં વધુ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.એન્ગેજમેન્ટ એક્ટીવીટીઝ ઉપરાંતસોશિયલ મીડિયા પ્રેમી મુસાફરો ટર્મિનલની અંદર બનાવવામાં આવેલા ખાસ રીલ બોક્સમાં પ્રોફેશનલ જેવા વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકે છે.એરપોર્ટ પર કરવામાં આવી રહેલી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ મુસાફરોને આશ્ચર્યચકિત કરી મૂકે તેવી છે.
અગાઉ માત્ર 30 આઉટલેટ્સ ધરાવતા SVPI એરપોર્ટ પર હાલ65થી વધુ આઉટલેટ્સ ઉપલબ્ધ છે.વધુ આઉટલેટ્સ હોવાથી મુસાફરો મનપસંદ ખાણી-પીણીની ચીજવસ્તુઓનો મહત્તમ આનંદ ઉઠાવી શકે છે. વળી મોટાભાગના આઉટલેટ્સ સમર કાર્નિવલ હેઠળ તમામ મુસાફરોને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે.
એરપોર્ટ પર મોટાભાગના આઉટલેટ્સ આકર્ષક ડિસ્કાઉન્ટ કૂપન પણ ઓફર કરે છે.વળી કેટલાય ઋ। આઉટલેટ્સે ક્રોસ પ્રમોશન ઑફર્સમાં નવીનતમઅભિગમ અપનાવ્યો છે,જેમાંગ્રાહકો રિટેલ આઉટલેટ્સ પર ડિસ્કાઉન્ટ/કૂપનનો લાભ પણ ઉઠાવી શકે છે.
સમર કાર્નિવલનો ઉદ્દેશ પ્રવાસીઓએ ખર્ચેલાનાણાનુંમહત્તમવળતર આપવાનો છે. ગ્રુપમાં મુસાફરી કરતા લોકોને કોમ્બો પેકેનોલાભ લઈ શકે છે.ખાસ કરીને ઋ। આઉટલેટ્સ પર કે જ્યાં ઓછી કિંમતે વધુ ખાવાનો લાભ મળી શકે છે. રિટેલ આઉટલેટ્સ પર પણ અમુક મૂલ્યથી વધુની ખરીદી પર મુસાફરોને વધારાનું ડિસ્કાઉન્ટ મળે તેની ખાતરી છે.