રીંગણા, લીંબુ, કોથમીર, ફલાવર, મરચાની બમણી આવકથી ભાવ ગગડયા ડીસાથી બટાકાની, બેંગ્લોરથી ટમેટાંની રોજની ૨૫ ગાડીઓ આવી રહી છે

રાજકોટ શાકભાજી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે શાકભાજીની ધૂમ આવક થવા પામી છે. લાભપાંચમ ખુલતિ બજારમાં યાર્ડ ખાતે દરેક નાના-મોટા મથકો થી ધૂમ આવક શરૂ થઈ છે પાંચ દિવસ બંધ બાદ યાર્ડ ખુલતાં જ આવકનો વધારો જોવા મળી રહ્યો છે રીંગણા, લીંબુ, કોથમીર, ફ્લાવર, મરચાની બમણી આવક ને લીધે ભાવ પણ નીચા જોવા મળી રહ્યા છે ખેડૂતોને હાલ નહિવત ભાવ મળી રહ્યો છે તેમાં જ ડીસા થી બટાકાની રોજની પચ્ચીસ ગાડીઓ બેંગ્લોરથી ટમેટાની ૨૫ ગાડીઓની આવક અને યાર્ડ ખાતે થી મરચાની ૨૦થી૨૫ ગાડીઓ રાજસ્થાન ખાતે મોકલવામાં આવી રહી છે.

આજે યાર્ડ ખાતે મગફળીની ૯૦ હજાર ગુણીની આવક થઇ છે ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે ખુલી બજારમાં ‚. ૧૧૦૦ થી ૧૧૫૦ મળતા ખેડૂતો ખૂબ ખુશ છે વધુ વરસાદને લીધે પાક નુકસાનીથી ખેડૂતો માં નારાજગી જોવા મળી રહી છે વિધે ૨૦થી૨૫મણ ઉત્પાદન થવું જોઈ એની સામે  હાલ ૫થી ૧૦ મણનું ઉત્પાદન થયું છે.

શાકભાજી, બટાકા, મગફળીની યાર્ડ ખાતે ધૂમ આવક: ડી કે સખીયા

vlcsnap 2020 11 19 13h10m00s688

યાર્ડના ચેરમેન ડી કે સખીયાએ ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે નવા વર્ષના લાભપાંચમે દિવસે પુષ્કળ પ્રમાણમાં શાકભાજીની આવક શરૂ થઇ છે ત્યારે ભાવ પણ નીચા જોવા મળી રહ્યા છે ખેડૂતોને નહીંવત વળતર મળી રહ્યું છે મરચા, લીંબુ, કોથમરી, રીંગણા, ફ્લાવર તેમજ બટાકા, ટામેટા અને મગફળીની પણ ધૂમ આવક શરૂ છે રીંગણ ના ભાવ હાલ માર્કેટમાં ચાર રૂપિયા કિલો યાર્ડ ખાતે છે સામાન્ય રીતે રજાઓ બાદ ખૂલતામાં એક સાથે માલની પુષ્કળ પ્રમાણમાં આવક થઇ છે યાર્ડ ના દરેક પ્લેટફોર્મ ખાતે શાકભાજીની આવક વધારે હોવાથી સમાવેશ કરવો પણ મુશ્કેલ છે આવનારા દિવસો માં શાકભાજીની આવકમાં વધારો રહેશે શાકભાજીના ભાવ નિયંત્રણમાં રહેશે નહીં શિયાળું પાક પુષ્કળ થયો છે આ વખતે યાર્ડ ખાતેથી રોજની ૨૦થી૨૫ ગાડીઓ મરચાની રાજસ્થાન મોકલવામાં આવી રહી છે બેંગ્લોર ખાતેથી ટામેટા ની ગાડીઓ ની આવક છે ડીસા થી બટેકાની ૨૫ ગાડીઓની રોજે આવે આવક છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું હબ હોવાથી દરેક નાના-મોટા મથક પર ખરીદી થતી હોય જેના લીધે પુષ્કળ આવક જોવા મળી રહી છે આજે યાર્ડ ખાતે મગફળીની ૯૦ હજાર ગુણીની આવક છે ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે ખુલી બજાર માં ૧૧૦૦ થી ૧૧૫૦ ખેડૂતો ખૂબ ખુશ છે તેમજ ટેકાના ભાવના ૧૦૫૦ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.