અનેક કપરી પરિસ્થિતિમાં ધોનીની સુજબુઝ ભારતને સમસ્યામાંથી ઉગારે છે
૨૦૧૯ના મે માસમાં શરૂ થતાં ક્રિકેટ વર્લ્ડકપ કે જે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાવા જઈ રહ્યો છે ત્યારે ઈંગ્લેન્ડની વિકેટ ઉપર ભારતીય ટીમની ખરા અર્થમાં કસોટી થશે ત્યારે જે રીતે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી દ્વારા વિરાટ કોહલીને ટીમમાં ૪થા ક્રમે ઉતારવાનો નિર્ણય જે કરવામાં આવ્યો હતો ત્યારે ત્રણ નંબરની જગ્યા પણ કયો ખેલાડી રમશે તે પણ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ભારતીય ટીમના ખેલાડી યુવરાજસિંઘે વર્લ્ડકપમાં ધોનીની હાજરી ભારત માટે પુરતી છે તેમ જણાવ્યું હતું.
યુવરાજસિંઘ મહેન્દ્રસિંઘ ધોનીના વખાણ કરતા થાકતો ન હોવાથી તેણે જણાવ્યું હતું કે, ધોનીની જે નિર્ણય કુશળતા છે તે ભારતીય ટીમ અને ભારતીય બોલરો માટે ખુબજ આશિર્વાદરૂપ સાબીત થશે. સાથો સાથ તેના દ્વારા લેવાયેલા નિર્ણયમાં ઘણી વખત વિરાટ કોહલીને સંકટમાંથી પણ ઉગાર્યા હતા. ત્યારે ધોની પર ઘણી વખત પ્રશ્ર્નાર્થ અને અટકળો સામે આવતી હતી કે, વર્લ્ડકપમાં ધોનીનું રમવું અનિશ્ર્ચિત છે પરંતુ યુવરાજસિંઘના આ નિવેદનથી એક વાત સ્પષ્ટ થાય છે કે, આવનારા વર્લ્ડકપમાં ભારતીય ટીમનો હિરો મહેન્દ્રસિંઘ ધોની જ રહેશે.
યુવરાજસિંઘે વધુમાં જણાવતા કહ્યું હતું કે, માહી એક સારો સુકાની તો હતો જ પણ સારો વિકેટ કિપર પણ છે જે જગ્યા ક્રિકેટ રમત માટે ખૂબજ મહત્વની માનવામાં આવતી હોય છે કારણે કે તે જગ્યા પરથી ક્રિકેટને ખૂબજ નજીકથી અને ઝીંણવટપૂર્વક નિર્ણયો લેવામાં આવતા હોય છે જે મહેન્દ્રસિંઘ ધોની સીવાય અન્ય કોઈ ન લઈ શકે. કારણ કે અનેક કપરા મેચોમાં ધોનીની સુઝબુઝથી ભારતે હારેલા મેચ ઉપર વિજય પ્રાપ્ત કર્યા છે ત્યારે આવનારો વર્લ્ડકપ ભારત માટે ખુબજ મહત્વપૂર્ણ સાબીત થશે અને તેમાં પણ મહેન્દ્રસિંઘ ધોનીની ઉપસ્થિતિ ટીમ ઈન્ડિયાને મજબૂત બનાવશે તેવી વાત યુવરાજસિંઘ દ્વારા જણાવવામાં આવી હતી.