ફર્સ્ટ ચોઈસ વિકેટ કિપર તરીકે રિષભ પંત કે પછી દિનેશ કાર્તિક?
વિશ્વકપની સેમીફાઈનલ મેચ હાર્યા બાદ મહેન્દ્રસિંહ ધોનીની નિવૃતિ અંગે અનેકવિધ અટકળો ચાલી રહી હતી ત્યારે વિશ્વકપ બાદ જયારે વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝ માટે ૧૯ જુલાઈનાં રોજ ટીમની પસંદગી થશે તે પહેલા જ મહેન્દ્રસિંહ ધોનીએ જાણે તેનું મૌન વ્રત તોડયું હોય તેમ તેને જણાવ્યું હતું કે, તે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાં નહીં રમે. ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે ૩ વન ડે, ૨ ટી-૨૦ મેચ રમશે જેમાં પ્લેયીંગ ઈલેવનમાં મહેન્દ્રસિંહ ધોની ટીમનો ભાગ નહીં બને તે વાત પર તેની સંમતી દાખવી પોતાનો નિર્ણય જણાવ્યો હતો.
વિશ્વકપ રમ્યા બાદ ઘણી અટકળો સામે આવી હતી કે વિશ્ર્વકપ પછી માહી નિવૃતિ જાહેર કરશે પણ તે અંગે હજી કોઈ અધિકૃત વાત સામે આવી નથી પરંતુ તે વાતની પુષ્ટિ કરતા તેને જણાવ્યું હતું કે, તે કેરેબીયન સામેની સીરીઝ નહીં રમે. ફર્સ્ટ ચોઈસ વિકેટ કિપર તરીકે હાલ રિષભ પંતને ટીમમાં સ્થાન આપવામાં આવશે. એવી પણ વાત સામે આવે છે કે, ધોની ૧૫ સભ્યોમાંનો એક હશે પણ તે પ્લેયીંગ ઈલેવનમાં નહીં રમે. હાલ જે રીતે ધોનીની રમત ઉપર જે પ્રશ્નાર્થ ઉદભવિત થતો હતો તેનાં માટે ધોનીએ કોઈ નકકર જવાબ આપવાની જરૂર નથી. કારણકે ગત વર્ષોમાં તેને અનેકવખત તેની શુઝબુઝ અને રમતનાં કારણે ભારતને કપરી પરિસ્થિતિમાંથી બહાર કાઢી અનેક મહત્વપૂર્ણ મેચો જીતાડી છે ત્યારે વેસ્ટ ઈન્ડિઝ સીરીઝ માટે ટીમની પસંદગીમાં વિકેટ કિપર તરીકે રીષભ પંતને લેશે તે વાતને હાલ સમર્થન મળી રહ્યું છે ત્યારે સિલેકટરો દિનેશ કાર્તિકને પણ ધ્યાને લેશે પરંતુ હાલ તે કેટલા અંશે ફીટ છે તે જોયા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.